તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:નિરોણાથી કડિયા ધ્રો તરફના માર્ગની હાલત અતિ બદતર

નિરોણા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓમાં નારાજગી

નખત્રાણા તાલુકાના નિરોણાથી કડિયા ધ્રો તરફના માર્ગની હાલત અતિ બદતર હોઇ આવતા સહેલાણીઓમાં નારાજગી જોવા મળે છે. કડિયા ધ્રો નિહાળવા માટે જતા પ્રવાસીઓને નિરોણાથી વટાછડ તરફના ખરાબ માર્ગના કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે.

એક પ્રકૃતિપ્રેમી યુવકે આ રમણીય સ્થળના ફોટા પાડી સોશિયલ મીડિયા પર મુક્યા બાદ આ સ્થળ વધુ પ્રસિધ્ધ થયો છે. અમેરિકાના ટાઇમ્સ ઓફ ન્યૂયોર્ડ ટાઇમ્સના પ્રથમ પાને કડિયા ધ્રોની તસવીરોને સ્થાન મળી ચુક્યું છે. ભૂભાગે ધરબાયેલા વિવિધ ખનિજો, રંગબેરંગી ખડકો અને વહેતા પાણીના કારણે પ્રકૃતિનું સોળે કળાએ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

જિલ્લા પંચાયત હેઠળ આવતા માનકુવા-નિરોણા ધોરીમાર્ગ પરથી કડિયા ધ્રો જઇ શકાય છે, જેમાં નિરોણાથી વટાછડ સુધીનો માર્ગ અતિ ખખડધજ છે. કલાનગરી નિરોણાની દેશ-વિદેશના કલારસિક સહેલાણીઓ મુલાકાત લેતા હોય છે પરંતુ માર્ગની બદતર હાલતના કારણે પ્રવાસીઓ કડિયા ધ્રો જઇ શકતા નથી, જેથ તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો