તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માતાના મઢ બાદ દોલતપર ફાટકથી નારાયણ સરોવર જવા માટે બરંદા સુધીનો માર્ગ ગાડાવાટથી બદતર હોઇ, લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.મળતી વિગતો મુજબ માતાના મઢ મુકતાં જ જે લોકોને નારાયણ સરોવર જવું હોય તેમના માટે આ રસ્તો શોર્ટકટ છે. ફાટક પર નારાયણ સરોવર જવા માટેનું બોર્ડ લાગેલું છે.
અજાણ લોકો આ માર્ગ પરથી નારાયણ સરોવર જવા નીકળી પડે છે, જો કે ખરાબ રસ્તાના કારણે આ શોર્ટકટ તેમને મોઘો પડે છે. દોલતપર ફાટકથી બરંદા સુધી કોઇ મોટું ગામ નથી. અધુરામાં પૂરું આ સુમસામ માર્ગે જો ગાડી ખોટકાય તો લોકોની મુશ્કેલી વધી જાય છે કારણ કે, આ રસ્તે નેકવર્ક પણ ન આવતું હોવાથી આવા સમયે લોકો કોઇનો સંપર્ક કરી શકતા નથી.
20 કિ.મી.ના માર્ગનું સમારકામ થાય તો નારાયણ સરોવર જતા લોકો માટે આ રસ્તો આશીર્વાદરૂપ બની શકે છે. વધુમાં બરંદા પંથકના લોકોને પણ તાલુકા મથક દયાપર આવ-જા કરવા માટે આ રસ્તે આવવું પડતું હોઇ, તોબા પોકારી ઉઠ્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.