તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોજદારી ગુનો:સાથીઓ ચોરી કરી ચાલ્યા ગયા, એક નશામાં ત્યાં જ સૂઈ રહ્યો, બાલભવનમાં ચોકીદારને ઊંઘ ઉડ્યા પછી છેક સવારે તાળા તૂટ્યાની ખબર પડી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસેડી ચોરને ઘટના સ્થળેથી પકડી પોલીસને સોંપી દેવાયો

ભુજમાં ખેંગાર પાર્કમાં જર્જરિત બાલ ભવન છે, જેમાં નગરપાલિકાએ રોડ લાઈટના પોલ સહિતનો ભંગાર રાખ્યો છે. જેની શુક્રવારે રાત્રે ચોરી કરવા ચોર ઘૂસ્યા હતા. પરંતુ, એક નસેડી ચોર ઘટનાસ્થળેથી જ સૂતો રહ્યો, જેથી ચોકીદારે પકડીને પોલીસ હવાલે કર્યાના હેવાલ છે.

ભુજ નગરપાલિકા હસ્તકના ખેંગારપાર્કમાં અગાઉ ચંદનના વૃક્ષ સહિતની ચોરીની ઘટના બની હતી. ત્યારે સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડતી એજન્સીને ચોકીદારીનો ઠેકો સોંપાયો હતો. પરંતુ, હાલ ભુજ નગરપાલિકાએ રાખેલા ચોકીદાર રાત્રે ઊંઘી ગયો ત્યારે ખેંગારપાર્ક સ્થિત બાલભવનમાંથી ચોરીની ઘટના બની છે, જેમાં બારી તોડીને ચોરો અંદર ઘૂસ્યા હતા, જેમાંથી બાકીના ચોર રોડ લાઈટના પોલ અને સોલાર લાઈટની બેટરી રાખવાની પેટી સહિતનો સામાન ચોરી ચાલ્યા ગયા હતા. પરંતુ,એક નસેડી ત્યાંજ સૂઈ ગયો હતો. સવારે ચોકીદારને બારી તૂટેલી જણાઈ હતી, જેથી તપાસ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો