તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:લાલન કોલેજના આચાર્ય સામે થયેલી ફરિયાદ સ્ટાફે વખોડી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજની લાલન કોલેજના અાચાર્ય સામે વર્ગ-4ના કર્મચારીઅે નોંધાવેલી ફરિયાદને શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફે વખોડી કાઢી છે.

તા.28-8ના કોલેજના વર્ગ-4ના કર્મચારીઅે તેમને સોંપાયેલી કામગીરી મુદ્દે હેરાગતિ કરાતી હોવાની ફરિયાદ કોલેજના અાચાર્ય સામે નોંધાવી હતી. કોઇ કર્મચારીને સોંપાયેલી કામગીરી મુદ્દે અધિકારીને અેટલો પણ અધિકાર નથી કે, તે કર્મચારીને કામગીરી અંગે પૂછી શકે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ડો. ઝાલાઅે જયારથી કોલેજના અાચાર્ય તરીકેનો પદભાર સંભાળ્યો છે ત્યારથી કોલેજમાં અાવારા તત્વોની કનડગત ઘટી છે. વિવિધ કાર્યક્રમોમાં પણ સરકાર દ્વારા કોલેજને પ્રશંસાપત્રો મળ્યા છે, જે કોલેજના સંકલન અને અાચાર્યની સ્ટાફ પાસેથી કામ લેવાની અાવડતના કારણે શકય બન્યું છે. કોઇ કર્મચારીની ગેરહાજરી બાબતે અંગુલી નિર્દેશ કરતાં તેમની સામે ઉગ્ર શબ્દોમાં બોલવું અને સમગ્ર પરિવાર સાથે ધસી જવું અને ત્યારબાદ અેટ્રોસિટી અંતર્ગત કરવી યોગ્ય જણાતું નથી તેમજ માત્રને માત્ર અધિકારીનું મોરલ ડાઉન કરવાના અાશયથી અા ફરિયાદ થઇ હોવાનું જણાવી કોલેજ સ્ટાફના 48 જેટલા શૈક્ષણિક, બિન શૈક્ષણિક કર્મચારીઅોઅે સહી કરી ફરિયાદને વખોડી કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...