તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાજીપીર પાસે આવેલી કંપનીના મીઠું ભરેલા વાહને ભેંસને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.મળતી વિગતો મુજબ હાજીપીરના મુંજાવર હાજી ઉમર સાલેની ભેંસ ચરિયાણ બાદ સવારના 4 વાગ્યા અરસામાં પરત આવી રહી હતી ત્યારે મીઠું ભરેલા વાહને હડફેટે લેતાં મોત નીપજ્યું હતું. આ પંથકમાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે વાહનની ટક્કરે કિંમતી ભેંસનું મોત થતાં ભેંસ માલિકને આર્થિક ફટકો પડ્યો છે. હાજીપીરના ઉપસરપંચે જણાવ્યું હતું કે, મીઠું ભરેલી 400 જેટલી ગાડીઓ 24 કલાક દોડતી રહે છે, જેથી પશુધન તો ઠીક માણસો પર મોત ઝળુંબી રહ્યું છે, જેથી રાત્રિના સમયે મીઠું ભરેલા વાહનોની અવર-જવર પર રોક લગાવવા ઉપસરપંચે માગ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.