તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Committee's 600 Pilgrims Were Scheduled To Make The Pilgrimage But The Pilgrimage Was Canceled For The Second Year In A Row

ધર્મ:કમિટીના 600 યાત્રાળુ હજયાત્રા જવાના હતા પણ સતત બીજા વર્ષે યાત્રા રદ્દ કરાઇ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિટીમાં ફોર્મ ભરનાર માટે હજ થશે તેવી જાહેરાત થોડા દિવસ પૂર્વે કરી હતી
  • વધુ સમય ન હોતા, જરૂરી તૈયારી થઇ શકે તેમ ન હોવાથી યાત્રા બધેય માટે રદ્દ

રમજાન માસ બાદ બકરી ઇદના દિવસોમાં સઉદી અરેબિયામાં મક્કા-મદિના ખાતે હજયાત્રા કરવા માટે કચ્છમાંથી સેકડો લોકો જાય છે, જો કે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી હજ યાત્રા રદ્દ કરાઇ છે. થોડા દિવસ પૂર્વે અા વર્ષે હજયાત્રા થશે તેવી જાહેરાત કરાઇ હતી પણ માત્ર સઉદી અરેબિયાના લોકોની 4,50,000 જેટલી અરજીઅો અાવી હતી અને હવે વધુ સમય ન હોતા જરૂરી તૈયારી થઇ શકે તેમ ન હોવાથી હજ કમિટીમાં ફોર્મ ભરનારા લોકો માટે પણ યાત્રા રદ્દ કરાઇ છે. હજ કમિટિ તરફથી કચ્છના 500થી 600 યાત્રાળુ હજ કરવા માટે જવાના હતા પણ યાત્રા રદ્દ થઇ હતી.

ગત વર્ષે કોરોનાને કારણે હજ યાત્રા રદ્દ કરાઇ હતી, અા વર્ષે હજ યાત્રા થશે તેવી જાહેરાત સઉદી સરકાર તરફથી કરવામાં અાવી હતી, જો કે માત્ર સઉદીના લોકોની જ 4,50,000 અરજીઅો અાવી હતી જેમાં 60 ટકા પુરુષ અને 40 ટકા સ્ત્રીઅોની અરજી હતી. ચાલુ વર્ષે કોરોનાને લગતી ગાઇડલાઇન અનુસાર તમામ નિયમોનું પાલન થઇ શકે તેવી તૈયારી ન હોતા ઇન્ટરનેશનલ હજ યાત્રા સઉદી સરકાર તરફથી રદ્દ કરવામાં અાવી હતી.

કચ્છમાં બે વર્ષ પૂર્વે ભરાયેલા ફોર્મના અરજદારો હજયાત્રા પર જવાના હતા
હજયાત્રા કરવા માટે પ્રાઇવેટ ટૂર તરફથી જઇ શકાય તેમજ હજ કમિટિમાં પણ ફોર્મ ભરી શકાય છે. કચ્છમાં છેલ્લા બે વર્ષ પૂર્વે ભરાયેલા અરજદારોના ફોર્મ અા વર્ષે મંજૂર થયા હતા અને 500થી 600 યાત્રાળુ હજ માટે જવાના હતા પણ યાત્રા રદ્દ થતા જઇ શકયા ન હતા. પ્રાઇવેટ ટૂર માટે તો હજયાત્રા કરવા માટે કોઇ ધારાધોરણ કે નિયમની જાહેરાત કરવામાં અાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...