ખેડૂત મિલન:આવનારી સદી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જ સમૃદ્ધ બનશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કુકમા ખાતે યોજાયું ખેડૂત મિલન

આજે જમીન બંજર બની રહી છે ત્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ તેમાં થી નીકળવાનો એક માર્ગ છે અને આગામી સદીની સમૃદ્ધિ પણ આ જ રસ્તે છે તેવો સૂર કાજરી દ્વારા કુકમામા ચિંતન સાધના સ્થળ ખાતે વાઇબ્રન્ટ ગુજરાતની પ્રિ કોન્ફરન્સના ભાગરૂપે યોજાયેલા ખેડૂત મિલનમાં જણાવાયું હતું. આયોક સંસ્થા કાજરી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. મનીષજી કંવતના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય વક્તા રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ સોલંકીએ ગાય આધારિત અને સજીવ ખેતીની મહતા તેમજ તેની ઉપયોગિતા વિષે સમજ આપી હતી.

સજીવ ખેતીના સૌથી જૂના ખેડૂત મગન આહિરે સરકાર અને ખેડૂતો આ દિશા તરફ વળી રહ્યા છે તે બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. કાજરીના વડાએ અધ્યક્ષીય વક્તવ્યમાં કચ્છમાં ખેતી ક્ષેત્રે માહોલ બદલાઇ રહ્યો છે તે નોંધનીય હોવાની વાત ઉચ્ચારી હતી. સંચાલન ડો. રામનિવાસે અને આભારદર્શન ડો. ત્રિલોકસિંઘ દ્વારા કરાયું હતું.

પીએમના નિવેદનને આવકાર અપાયો
આણદ ખાતેના પ્રાકૃતિક ખેતી સમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ખેતી માં તે પ્રમાણે ફેરફાર કરવા અપીલ કરી હતી તેને રામકૃષ્ણ ટ્રસ્ટે આવકાર આપ્યો છે અને આ કાર્યમાં જ્યાં પણ સહયોગ ની જરુર પડે ત્યાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી. વડાપ્રધાન અને કૃષિમંત્રીને લખેલા પત્રમાં ટ્રસ્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં છેલ્લા 20 વર્ષમાં જે ખેડાણ કરાયું છે તે માર્ગ સાચો છે અને હવે સરકાર દ્વારા તેને અનુમોદન મળ્યું છે તેને આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...