મુશ્કેલી:તુણા બંદર બંધ થવાથી ઘેટાના વેપાર પર વિપરીત અસરનો માલધારીઓનો સૂર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરનોરામાં યોજાઇ અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજની બેઠક

તુણા બંદર બંધ થવાથી ઘેટાના વેપાર પર વિપરીત અસર પડી હોવાનો સૂર ભુજ તાલુકાના વરનોરામાં યોજાયેલી અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજની બેઠકમાં વ્યક્ત કરાયો હતો. ઘેટા-બકરા ચરવતા પશુ પાલકોને કનડતા પ્રશ્નોની વિગવાર ચર્ચા હાથ ધરાઇ હતી.

બેઠકના અધ્યક્ષ સ્થાનેથી અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજના પ્રમુખ હીરાભાઈ રબારીએ ઘેટાં બકરાના માલધારીઓની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા માટે એક સમિતિ રચવા સૂચન કર્યું હતું. કરશન રબારીએ ઘેટાં બકરાને પશુની વ્યાખ્યામાં લાવવા, વાડા ફાળવા, નરપશુના વેચાણ માટે સરકાર સાથે સંકલન કરવા સંસ્થાઓનો સહયોગ ઇચ્છ્યો હતો. ભોજાભાઈ રબારી અને ભીખાભાઇ રબારીએ સંગઠન મજબૂત બનાવવા ભાર મૂક્યો હતો. સહજીવન સંસ્થાના મહેન્દ્ર ભાનાણીએ ઘેટાંના વેચાણ, ઉન અને આરોગ્ય માટેની માહિતી આપી હતી.

તુણા બંદર બંધ થવાથી ઘેટાંના વેપાર પર વિપરીત અસર પડી હોવાનો સૂર બેઠકમાં ઉઠયો હતો. તાલુકા સ્તરે સમિતિ બનાવી આવનારા સમયમાં સરકારને આ બાબતે અવગત કરવા નિર્ણય લેવાયો હતો. અરજણ રબારી અને વિરમ રબારીએ વ્યવસ્થા સાંભળી હતી તેમ કરસન રબારીની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...