તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:પાલિકાના વર્ગ-4ના કર્મીએ પ્રમાણપત્રમાં સહી કરી દીધી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હમીરસરમાંથી માટી ઉપાડ્યા પ્રકરણમાં આક્ષેપ

ભુજ તાલુકાના જોડિયા ગામ માધાપરના અરજદારે અાક્ષેપ કર્યો છે કે, હમીરસરમાંથી માટી ઉપાડ્યાના ખોટા પ્રમાણપત્રમાં ચોથા વર્ગના હંગામી કર્મચારીઅે સહી કરી અાપી છે. જેને અાવા પ્રમાણપત્ર અાપવાનો કોઈ અધિકારી નથી.

માધાપરના અરજદાર દિનેશ હિરજી સોમૈયાઅે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાના રેકર્ડ મુજબ હમીરસર તળાવમાં છેલ્લે 2017ના વર્ષે ખાણેતરું થયું હતું, જેમાં તપાસ કરતા 2017ની 13મી જૂનના અાશરે 61 ગાડી માટી અેક પાર્ટીઅે ઉપાડી હતી. બીજી અેક પાર્ટીઅે ચાર ટ્રેકટર માટી ઉપાડી હતી. જેની નોંધ રજિસ્ટરમાં છે. જ્યારે 2018ની 25મી જુલાઈઅે વૈશાલી ખેરાજ દાવડાઅે માટી ઉપાડી હતી અેવું પ્રમાણપત્ર અપાયું છે, જેમાં ભુજ નગરપાલિકામાં હંગામી ધોરણે રખાયેલા વર્ગ-4ના કર્મચારી ભૂપેન્દ્ર કે. જોશીઅે સહી કરી છે.

જેને અાવા પ્રમાણપત્રમાં સહી કરવાનો કોઈ હક્ક અધિકાર નથી. અામ, ખોટું પ્રમાણપત્ર અપાયું છે. જે કાૈભાંડ તત્કાલિન મુખ્ય અધિકારી અને પ્રમુખની મીઠ્ઠી નજર હેઠળ અાચરવામાં અાવ્યું છે. અેટલું જ નહીં પણ ભુજ નગરપાલિકાના જાવક નંબરમાં પ્રમાણપત્ર જોવામાં અાવતો નથી. કઈ ગાડીઅે કેટલા ટન માટી ઉપાડી છે અે પણ બતાવાયું નથી.

અન્ય સમાચારો પણ છે...