તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાણાનો ધુમાડો:શહેરની ગટર સમસ્યા માત્ર ચેમ્બર સફાઈથી ઉકેલાઈ જાય

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ નગરપાલિકાને સફાઈ કામદારોને પગાર આપવા નથી, મશીન પાછળ કરવા છે ખર્ચા
  • લાઈનમાં ગંદા પાણીનો પ્રવાહ મંદ થતા કાદવ આગળ ધકેલાતો જ નથી

ભુજ શહેરમાં છેલ્લા પાંચેક વર્ષથી ગટરની સમસ્યા વકરી છે. જેનું મુખ્ય કારણ ગટરની લાઈનમાં ગંદા પાણીનો પ્રવાહ મંદ થાય છે ત્યારે કાદવ ચેમ્બરમાં જમા થાય છે. જે ગટરના ગંદા પાણીના પ્રવાહમાં અવરોધ સર્જે છે, જેથી ચેમ્બરમાં ગટરના ગંદા પાણી અોવર ફ્લો થાય છે અને ચેમ્બરમાંથી બહાર નીકળી માર્ગો ઉપર વહી નીકળે છે.

જેના ઉકેલ રૂપે માત્ર ચેમ્બર નિયમિત અને સતત ચાલતી પ્રક્રિયાની જેમ સાફ કરવાની હોય. જે માટે સફાઈ કામદારો રાખવા પડે. પરંતુ, ભુજ નગરપાલિકાને સફાઈ કામદારોને પગાર ચૂકવવા નથી અને કરોડો રૂપિયાના ખર્ચે મસીન ભાડે રાખવા છે, જેથી સમસ્યા ઠેરની ઠેર છે, જેમાં
ભ્રષ્ટાચાર પણ વકર્યો છે.
બોક્સ : 70થી 80 હજાર ચેમ્બર્સ
ભુજ શહેરમાં 70થી 80 હજાર ગટરની ચેમ્બર છે. જેનું દરરોજ નિયમિત સતત ચાલતી પ્રક્રિયાની જેમ સુપરવિઝન કરવું પડે અને ચેમ્બરમાં કાદવ જમા થયેલું જણાય અેટલે કાદવને બહાર કાઢવું પડે. જે માટે સફાઈ કામદારો અને અત્યાધુનિક વાહનો પણ જોઈઅે. પરંતુ, નગરપાલિકા પાસે અપૂરતો સ્ટાફ અને અપૂરતા વાહનો છે.

બીજી બાજુ ગટર શાખાના સફાઈ કામદારોને અોછું પગાર ચૂકવી અને વધુ કામ કઢાવવાની નીતિ અપનાવાય છે. કેમ કે, સફાઈ કામદારો પગાર પ્રશ્ને દેખાવો કરે તો પદાધિકારીઅોનો અહંકાર ગવાય છે. પદાધિકારીઅો કચ્છ જિલ્લાના કામદારોને લાખોનો પગાર ચૂકવવાને બદલે જિલ્લા બહારથી કરોડોના ખર્ચે મસીન ભાડે રાખવાની નીતિ અપનાવી રહ્યા છે.

સમસ્યા સમજાઈ ગઈ છે, 6 માસની અંદર ઉકેલાઈ જશે : નગરપતિ
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરને કોલ કરી સમસ્યા અને ઉકેલ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, તાત્કાલિક ઉકેલ રૂપે હાલ સુપર સકર મશીન ભાડે રાખ્યું છે. જેનું માસિક ભાડું દરરોજનું 63 હજાર રૂપિયા છે. બીજી તરફ ભુજ નગરપાલિકા પાસે પણ સકર મશીન છે. જે બંધ હાલતમાં હતું. જે રિપેર કરી કાર્યરત કરી દેવાશે. બાકી સમસ્યાના મૂળ સુધી પહોંચી ગયા છીઅે અને 6 માસ દરમિયાન સમસ્યાનો ઉકેલ અાવી જશે.

ચેમ્બર સાફ ન થતા લાઈન બેસી રહી છે
ગટરની ચેમ્બર્સ નિયમિત અને સતત ચાલતી પ્રક્રિયાની જેમ સાફ ન થવાથી ગટરની મુખ્ય લાઈનો બેસી રહી છે. જે બદલવામાં પણ કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. અામ, અેક બાજુ કરોડોના ખર્ચ મસીન ભાડે રાખીને અને બીજી બાજુ કરોડાના ખર્ચે લાઈન બદલીને અેક પ્રકારે ભ્રષ્ટાચારને જ પ્રોત્સાહન અાપવામાં અાવે છે. જેની પાછળ પદાધિકારીઅોનો અહંકાર અને જડતા કારણભૂત છે.

વરસાદ પડતા જ સુપર સકર મશીન કામ નહી અાવે
ગટરની લાઈનમાં ગંદા પાણીનો પ્રવાહ મંદ પડવાથી ચેમ્બર્સમાં કાદવ કિચડ ભરાય છે, જેથી સમસ્યાનો મૂળ સમજીને ચેમ્બર્સ સાફ કરવાને સુપર સકર મશીન ભાડે રખાયું છે. પરંતુ, ચોમાસામાં વરસાદ પડવાથી બધુ પાણી ગટરમાં ઠલવાશે, જેથી સુપર સકર મશીન પણ બિનઉપયોગી સાબિત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...