વિરોધ:શહેરની ખાનગી હોસ્પિટલો આજે સવારથી સાંજ સુધી બંધ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અાયુર્વેદ તબીબને શસ્ત્રક્રિયાની છૂટ અપાતાં વિરોધ

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિા મેડિસીન સંસ્થાએ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં આયુર્વેદ સ્નાતક થયેલા વિદ્યાર્થી મોર્ડન મેડિસીન એટલે કે એલોપેથીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરી જુદા જુદા અોપરેશન કરી શકશે. જેનો એલોપેથી તબીબો દ્વારા વિરોધ થયો છે અને આજે સવારે 6થી સાંજ 6 વાગ્યા સુધી હોસ્પિટલો બંધ રાખવાનો એલાન કર્યું છે.ધોરણ 12માં ઊંચી ટકાવારી સાથે નીટની પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવ્યા પછી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવવા 4.5 વર્ષનો અભ્યાસ કરવો પડે અને 1 વર્ષની ઈન્ટર્શીપ કરવી પડે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ એમ.ડી. કે એમ.એસ. થવા માટે કોઈ એક જ વિષયમાં બીજા 3 વર્ષ અભ્યાસ કરવો પડે. અા રીતે મોર્ડન મેડિસીન એલોપથીમાં અભ્યાસ થાય છે. તેવું ઈન્ડિયન મેડિકલ એસોસિએ શનની અખબારી યાદીમાં જણાવાયું છે. દરેક શાખા પોતપોતાની રીતે પોતાના વિજ્ઞાન કે પદ્ધતિમાં જ વિકાસ કરી દર્દીની સાચી સારવાર કરી શકે. એક પદ્ધતિને બીજી પદ્ધતિ સાથે મિક્સ કરવાથી બાવાના બેય બગડશે. એટલું જ નહીં પણ અધકચરા ડોકટર પેદા થશે. જેની ગંભીરતા સમજીને જાહેરનામાનો વિરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...