તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:શહેરની બજારોમાં રવિવાર છતાં લાંબા સમય બાદ ચમક જોકે સિનેમાગૃહો હજુ બંધ રહેશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સામાજિક અંતર સાથે હોટેલમાં ભોજન - Divya Bhaskar
સામાજિક અંતર સાથે હોટેલમાં ભોજન
  • એક કલાકની વધુ છૂટ મળતાં મોડી સાંજ સુધી માર્કેટમાં ગ્રાહકો અને ખાણીપીણીના સ્થળોએ સ્વાદ શોખીનો દેખાયા
  • હજુ કોરોના ગયો નથી : ખાણીપીણીની લારીઓ પર રવિવારે લોકો ઉમટી પડ્યા
  • લાંબા સમય સુધી ઘરોમાં પૂરાયેલા રહેલા શહેરીજનો બાગ-બગીચા તરફ વળ્યા
  • રાત્રિ કફર્યૂમાં પણ વિશેષ છૂટ મળતાં લોકો જાહેર સ્થળોએ ટહેલવા નીકળી પડ્યા

બીજી લહેરમાં કહેર મચાવનારા કાતિલ કોરોનાનું સંક્રમણ ઘટતાં મળેલી છૂટછાટ વચ્ચે ધંધા-રોજગાર ફરી ધબકતા થયા છે અને અેક કલાકના વધારા સાથે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી વ્યયાસિક અેકમો ખુલ્લા રહેતાં જિલ્લા મથક ભુજની બજારમાં લાંબા સમય બાદ ચમક જોવા મળી હતી. જો કે હજુ સિનેમાગૃહો બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ઘટતાં સરકાર દ્વારા સમયાંતરે વધુ છૂટછાટ અપાઇ રહી છે અને ધંધા-રોજગાર ફરી પાટે ચડી રહ્યા છે.

અા વચ્ચે તા.26-6થી વાણિજ્યક અેકમો, લારી, ગલ્લા, દુકાનો વગેરે અેક કલાક વધુ છૂટ અાપવાની સાથે સવારે 9થી રાત્રે 9 સુધી ખુલ્લા રાખવાની પરવાનગી અપાઇ છે ત્યારે લાંબા સમય બાદ જિલ્લા મથક ભુજની બજારમાં રોનક જોવા મળી હતી. ગરમીના કારણે બજારમાં ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ગ્રાહકોનો વધારે ધસારો હોય છે. અા વચ્ચે રવિવારના દિવસે મોડી સાંજ સુધી ગ્રાહકો બજારમાં જોવા મળ્યા હતા. ઉપરાંત લાંબા સમયથી ઘરમાં પૂરાયેલા રહેલા લોકો પણ બાગ-બગીચામાં ટહેલવા અને રાત્રે હોટલ, રેસ્ટોરેન્ટમાં જમવા નીકળી પડ્યા હતા.

હોટેલ, રેસ્ટોરેન્ટમાં 50 ટકા મુજબ લોકોને ભોજન માટે પ્રવેશ અપાતો હતો અને બાકીના લોકો વેઇટીંગમાં હતા. રાત્રૢિ કફર્યૂમાં પણ છૂટ મળતાં શહેરીજનો હમીરસર સહિતના જાહેર સ્થળોઅે ટહેલતા જોવા મળ્યા હતા. ખાણીપીણીની લારીઅો અને બાગ-બગીચામાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

જો કે, જયાં સુધી કોઇ નવી અને મોટા બજેટની પિક્ચર રિલીઝ નહીં થાય ત્યાં સુધી ખોટ ખાઇને થિયેટર માલિકો શો ચાલુ કરવા તૈયાર નથી. મળેલી છૂટ વચ્ચે લોકો કોરોનાને ભૂલી રહ્યા છે, જે ખતરનાક સાબિત થઇ શકે છે, કારણ કે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હજુ કોરોના ગયો નથી અે પણ ભૂલવાનું નથી.

ખાણીપીણીની લારીઓ પર લોકો તૂટી પડ્યા
ખાણીપીણીની લારીઓ પર લોકો તૂટી પડ્યા
પ્રેક્ષકોના અભાવે બંધ હાલતમાં સિનેમાગૃહ
પ્રેક્ષકોના અભાવે બંધ હાલતમાં સિનેમાગૃહ

મોટા બજેટની નવી પિક્ચર રિલીઝ થાય તો જ અાર્થિક રીતે પરવડે
ભુજ સ્થિત મલ્ટીપ્લેક્સના માલિક અનિલ ગોરે જણાવ્યું હતું કે, સરકારે 50 ટકા પ્રેક્ષકો સાથે મલ્ટીપ્લેક્સ શરૂ કરવાની છૂટ અાપી છે પરંતુ હજુ રાત્રિ કફર્યૂ યથાવત છે કારણ કે, મોટાભાગે રાત્રિ શો દરમ્યાન જ વધારે પડતા પ્રેક્ષકો પિક્ચર જોવા માટે અાવતા હોય છે. ઉપરાંત મહારાષ્ટ્ર શરૂ થાય તો જ પ્રોડ્યુસર મોટા બજેટની પિક્ચર રિલીઝ કરે અને લોકો પણ મોટા બજેટની પિક્ચર જોવાનું વધારે પસંદ કરે છે અને જે મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં જ વધુ જોવાય છે, જેથી જયાં સુધી કોઇ મોટા બજેટની પિક્ચર રિલીઝ નહીં થાય ત્યાં સુધી થિયેટર શરૂ નહીં કરાય.

હોટલ, રેસ્ટોરેન્ટમાં લોકોનો ધીમી ધારે પ્રવાહ શરૂ
કોરોનાના પગલે સહેલાણીઅો જોવા મળતા નથી પરંતુ લાંબા સમયથી ઘરમાં પૂરાયેલા લોકોનો પ્રવાહ હવે કોરોના ગાઇડલાઇનની મર્યાદામાં રહીને હોટેલ, રેસ્ટોરેન્ટ તરફ વળ્યો છે. વધુમાં હજુ લોકો મોટા કાર્યક્રમો કરવાનું ટાળી રહ્યા છે. હજુ તો સંભવિત ત્રીજી લહેરનો ખતરો ઝળુંબી રહ્યો છે ત્યાં સુધી હાલે જે રીતે છૂટછાટ મળી છે તે પૂરતી છે અને વધારે છૂટછાટની જરૂર પણ નથી. સરકાર પણ સંક્રમણ ઘટવાની સાથે સમયાંતરે વધુ છૂટછાટ અાપી રહી છે, જેથી ત્રીજી લહેરની ઘાત ટળી જશે તો બધું સમુ સુતરૂં થઇ જશે અેમ રેસ્ટોરેન્ટ અેસોસિયેશનના સહમંત્રી સાત્વિક ગઢવીઅે જણાવ્યું હતું.

સિનેમાગૃહોને 12 મહિના સુધી જીઅેસટીમાંથી મુક્તિ અપાય
સાૈથી વધુ 28 ટકા જી.અેસ.ટી. સિનેમાગૃહો ભરે છે. સરકારને વધુ અાવક સિનેમા ઉદ્યોગોમાંથી જ મળે છે અને અા ક્ષેત્રે સંકળાયેલા લોકો હાલે બેરોજગાર છે. અધુરામાં પૂરું ભૂકંપ વખતે પણ સરકારે સિને માલિકોને અેક રૂપિયાની સહાય કરી નથી. જેથી હાલની સ્થિતિ નજરે મોટું રાહત પેકેજ જાહેર કરવાની સાથે 12 મહિના સુધી જી.અેસ.ટી.માંથી મુક્તિ અપાય તેવી માંગ શહેરના અેક થિયેટર માલિક અનિલ ગોરે કરી છે.

સ્ટાફને વેક્સિનેશન બાદ થિયેટર ચાલુ કરવાની વિચારણા : મેનેજર
અા અંગે ભુજના અેરપોર્ટ રીંગરોડ પર અાવેલા મલ્ટીપ્લેક્સના મેનેજર જાવેદખાને જણાવ્યું હતું કે, સરકારે 50 ટકા પ્રેક્ષકોની છૂટ સાથે થિયેટરો શરૂ કરવાની છૂટ તો અાપી છે પરંતુ 30મી સુધી સ્ટાફગણ વગેરેને ફરજિયાત રસી મુકાવવાની છે, જેથી રસીકરણ થયેથી 30 જુન બાદ જ થિયેટર શરૂ કરવા માટેની વિચારણા છે.

અન્ય સમાચારો પણ છે...