પાણી વેડફો નહીં:શહેરમાં ઉનાળા સુધી 135 લાખ લિટર પીવાના પાણીની ક્ષમતા વધી જશે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ વિસ્તારોને કાયમ માટે અેકાંતરે વિતરણમાં અાવરી લેવાશે
  • ​​​​​​​શિવકૃપાનગર, હિલગાર્ડન અને સુરલભીટ ટાંકા અેપ્રિલ સુધી થશે કાર્યરત ​​​​​​​

ભુજ શહેરને નર્મદાનું પીવાનું પાણી અાપવા ઉનાળા સુધીમાં 135 લાખ લીટર પાણીની ક્ષમતા વધી જશે, જેથી વધુ વિસ્તારોને કાયમ માટે અેકાંતરે પીવાનું પાણી વિતરણમાં અાવરી લેવાશે અેવું ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું.

નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ શહેરના મોટાભાગના વિસ્તારોને અેકાંતરે અને નિશ્ચિત સમયે પીવાનું પાણી નળ વાટે વિતરીત કરવામાં સફળતા મળી ગઈ છે, જેમાં વોટર સપ્લાય કમિટીના ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કરે નજીવા ફેરફાર કરીને ઉકેલ શોધી લીધો હતો.

જોકે, હજુ કેટલાક વિસ્તારોને અેકાંતરે પીવાનું પાણી નળ વાટે નથી મળતું ત્રણ-ચાર દિવસે મળે છે. પરંતુ, ઉનાળા માર્ચ અેપ્રિલ માસ સુધીમાં શિવકૃપાનગરમાં 50 લાખ લીટર, હિલગાર્ડનમાં 50 લાખ લીટર અને સુરલભીટમાં 35 લાખ લીટરની ક્ષમતાના ટાંકા બની જવાના છે, જેથી બાકી રહેતા વિસ્તારોને પણ નળ વાટે અેકાંતરે પીવાનું પાણી મળતું થઈ જશે. અામ, શહેરને નડતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ અાવી ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા નળ વાટે પાણી વિતરણનો કોઈ નિશ્ચિત સમય ન હતો. ક્યારેક રાત્રે, ક્યારે દિવસે અને અે પણ કયા સમયે અાવશે તે નક્કી નહોતું રહેતું. જે સમસ્યાનો હલ અાવી ગયો છે. હવે અેકાંતરે કે બીજા ત્રીજા દિવસ પાણી અાવે છે અને તે પણ નક્કી કરેલા સમયે જ પાણી અાવે છે, જેથી ગૃહિણીઅોને પાણી વિતરણના દિવસ રાહ જોઈને બેસવું નથી પડતું.

પાણી વેડફો નહીં : નગરપતિ
નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, નળ વાટે અેકાંતરે અને નિશ્ચિત સમયે પાણી વિતરણ થઈ રહ્યું છે ત્યારે હવે શહેરીજનો પણ થોડી જાગૃતિ બતાવે અને પાણી ભરાઈ જાય પછી ટાંકામાંથી વહી ન નીકળે અેની કાળજી રાખે. નળ બંધ કરી નાખે. વાલ્વ લગાડેલું રાખે, જેથી અાપોઅાપ બંધ થઈ જાય. નહીંતર દંડાત્મક કાર્યવાહી કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...