તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિર માટે દાન:બાળકોએ પોતાની બચતના 70 હજાર રામ મંદિર માટે આપ્યા !

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભુજ અને બળદિયાના બાળકો પોતના ભંભૂટા તોડી દાન આપ્યું

કચ્છભરમાં રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવા રથયાત્રા ફરી રહી છે તેવામાં બે પ્રેરક કિસ્સા બહાર આવ્યા છે જેમાં ભુજ અને બળદિયાના બાળકોએ પોતાનો ભંભૂટો તોડીને બચત કરેલી 70 હજાર જેટલી રકમ આપી હતી. ભુજ આરોગ્યભારતીના કાર્યકર્તા ડો મેહુલસિંહ ઝાલા રામ મંદિર વિશેષ નિધિ એકત્રીકરણ માટે નીકળતા હોવાથી એમના ૯ વર્ષ ના પુત્ર વૃષાંકે એમને પુછ્યું કે તમે કયા કામ માટે આ કરો છો? જવાબમાં પિતાએ પુત્રને રામમંદિરનો ઇતિહાસ જણાવ્યો ત્યારે પુત્રએ પોતાનો ભંભૂટો તોડયો અને સૌના આશ્ચર્ય વચ્ચે બચત નો સરવાળો 20,322 રૂપિયા થયો જે તેણે નિધિમાં આપી પોતે કાંઇક કર્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય એક પ્રેરક કિસ્સામાં બળદિયાના વિશ્રામ ગોરસીયા પરિવારમાં કેટલું દાન આપશું તેની ચર્ચા ચાલી રહી હતી તે દરમ્યાન સાત બાળકોએ પોતાના ભંભૂટા તોડતાં તેમાથી 44 હજાર જેટલી રકમ નીકળી હતી. આ તકે એક બાળકે ઓસ્ટ્રેલિયામાં રહેતા પિતરાઇ ભાઇ ઉત્સવ અને અદિતિને યાદ કર્યા હતા. તેમને ફોન કરીને પૂછતાં આ બાળકોએ 5 હજારનો ફાળો લખાવ્યો હતો. આમ બાળકોના 49 હજાર પરિવારના નક્કી કરેલા 11 લાખના દાનમાં જોડીને સમિતિને અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો