ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીઅે તાજેતરમાં ઈજનરોના સરખા ક્લાસ લીધા હતા, જેમાં કઈ ગ્રાન્ટમાંથી કયા સ્થળે કામ થયું અેની વિગતો પૂછતા ઈજનરો અનુત્તર થઈ ગયા હતા, જેથી મુખ્ય અધિકારીઅે ફાઈલના પાના ઉપર નજર ફેરવાની તસદી લેવા સૂચવ્યું હતું.
નગરપાલિકામાં ચર્ચાનો વિષય બનેલી વિગતો મુજબ મુખ્ય અધિકારી જીગર પટેલે ઈજનેરોને બોલાવ્યા હતા અને પૂછ્યું હતું કે, કઈ ગ્રાન્ટમાંથી કયા સ્થળે કયા વિકાસ કામો થયા છે અને હવે ગ્રાન્ટની રકમની સ્થિતિ શું છે. પરંતુ, ઈજનેરોને કયા વિકાસ કામો કઈ ગ્રાન્ટમાંથી થયા અે ખબર જ ન હતી, જેથી મુખ્ય અધિકારીઅે ફાઈલ મંગાવી હતી.
જે બાદ ફાઈલ ખોલીને કહ્યું હતું કે, ફાઈલના પાના ઉપર નજર ફેરવવાની તસદી લેવાય તો બધું યાદ રહે. તમે કારોબારી સમિતિમાં વિકાસ કામોની દરખાસ્ત માટે ફાઈલ તૈયારી કરી છો ત્યારે કઈ ગ્રાન્ટમાંથી દરખાસ્ત કરો છો. ટેન્ડરની અપસેટ પ્રાઈટ અને કેટલા ભાવે ખૂલ્યા અે પણ તૈયાર કરો છો તો પછી ગ્રાન્ટની સ્થિતિની ખબર કેમ નથી હોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.