ચેતવણી:રતડિયા પાસે મંજૂરી મળે તે પહેલા કેમિકલ કંપનીએ બાંધકામ શરૂ કર્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલથી ઘાસિયા મેદાન સહિત પર્યાવરણને થતું નુકસાન
  • નિયમભંગ બદલ સ્થાનિકો દ્વારા કાયદેસરની લડતની ચેતવણી

ભાસ્કર ન્યૂઝ.ભુજ ભુજ તાલુકાના રતડિયામાં સોલારીસ કેમટેક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્લાન્ટના વિસ્તરણ માટે મંજૂરી મળે તે પહેલા જ પ્લાન્ટનું બાંધકામ શરૂ કરી દેતાં સ્થાનિક લોકોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે અને નિયમભંગ બદલ લડતની ચિમકી પણ ઉચ્ચારાઇ છે. પ્લાન્ટના વિસ્તૃતીકરણ માટે ત.ા15-9-21ના ખાવડામાં અધિક કલેક્ટર હનુવંતસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જન સુનાવણી યોજાઇ હતી, જેમાં કંપનીના ટ્રેક રેકોર્ડ રજુ કરી સમગ્ર બન્ની-પચ્છમ વિસ્તારમાં મોટાપાયે પ્રદુષણ ફેલાવાઈ રહ્યું હોવાથી કંપનીના વિસ્તરણને રોકવાની માંગ કરાઇ હતી પરંતું જન સુનાવણી બાદ કંપનીએ પોતાના પર થયેલા આક્ષેપોના જવાબ સંતોષકારક રીતે આપ્યા નથી. ઉપરાંત હજુ કેન્દ્ર અને રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા વિસ્તરણને પર્યાવરણીય મંજુરી મળે તે પહેલાં જ નવા પ્લાન્ટનું બાંધકામ શરૂ કરી દેતાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ રજુઆત કરી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કચ્છના અધિકારી દ્વારા સૂચિત પ્લાન્ટ સ્થળની રૂબરૂ તપાસ કરી કંપની વિરૂદ્ધ ઈઆઈએ નોટિફિકેશન-2006ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે. દરમ્યાન વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા એન્વાયરન્મેટલ ક્લિયરન્સ મળ્યું નથી તે પહેલાં જ નવા પ્લાન્ટનું બાંધકામ શરૂ કરી દેવામાં આવતાં કંપની દ્વારા થયેલા નિયમભંગ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોટી દધ્ધરના હારૂન નોડે, સામાજિક કાર્યકર યાકુબ મુતવા, પચ્છમ વિસ્તારના રશીદ તાલબ સમા, મુકીમ જુસબ સમા, અભેરાજ સમા, લુડીયાના તૈયબ સુલેમાન નોડે અને બન્ની વિસ્તારમાં સૌથી વધુ પ્રદુષણના લીધે નુકસાન થયું છે એ સરગુના અબ્દ્રેમાન નોડેએ લોક લડતને સમર્થન આપી આગામી દિવસોમાં કંપની વિરૂદ્ધ કાયદેસરની લડત ચલાવવાની ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...