ફરિયાદ:ચિટર ટોળકીએ એટ્રોસિટીની ફરિયાદ પરત ખેંચવા પુત્ર-પુત્રીને ઘેરી લીધા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 દિવસ પુર્વે નોંધાયેલા ગુનામાં આરોપીઓ ફરાર : ફરિયાદીની એસપી પાસે ધા

અગીયાર દિવસ પુર્વે શહેર એ ડિવિજન પોલીસ મથકે ચીટક ટોળકી સામે ફરિયાદ નોંધાઇ હતી. ભુજની મહિલાએ મુસ્લિમ શખ્સ સાથે લગ્ન કર્યા તેના મનદુખે પરિણીતા પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપીને સળગાવી દેવાના પ્રયાસ તથા ઘરમાં તોડફોડ કરી સોનાની ચેન લૂંટી જવાના ત્રણ વર્ષ જુના બનાવમાં ફોજદારી મોડી નોંધાઇ પણ આરોપી પણ છાકટા બની મહિલાની પુત્રી-પુત્રને ધેરી લેતા વહેલીતકે ધરપકડ કરવા એસપી પાસે ધા નખાઇ હતી.

શહેરના ઓધવવંદનામાં રહેતા જીજ્ઞાબેન પ્રવિણકુમાર જનસારી એટલે કે સલમાન બેન ક્કલે ગાંધીનગરીમાં રહેતા જુસબ સાથે લગ્ન કર્યા હતા. 2018ના સાંજે ગાંધીનગર ખાતે તેમના ઘરે હતા ત્યારે હુસેન વલીમામદ ક્કલ, હાજી વલીમામદ , ફરાજ હુસેન, સહેજાદ હુસેન, સાહિલ હુસેન, જાવેદ હાજી (રહે. તમામ ગાંધીનગરી વાળાએ) ફરિયાદી અનુસૂચિત જાતિના હોઇ તેમના ભાઇ અને કાકા જુસબ સાથે શા માટે લગ્ન કર્યા તેમ કહી ઘરમાં ઘૂસી ધાક-ધમકી કરી હતી.

ત્રણ વર્ષ જૂની ઘટનામાં અગિયાર દિવસ પૂર્વે ફોજદારી નોંધાઈ પણ હજુ સુધી એકેય આરોપીઓની ધરપકડ થઈ નથી અને છાકટા બની ફરી રહ્યા હોય તેમ ફરિયાદીના પુત્ર અને પુત્રીને જાહેર રોડ પર રોકી અને ફરિયાદ ખેંચી લેવા તેમજ સાક્ષી કેમ બન્યા છો તેમ કહી ગાળાગાળી કરી ધાકધમકી કરી હતી. નોંધનીય છે કે, તમામ આરોપીઓ સામે છેતરપિંડી, નકલી નોટ, મારામારી જેવા ગંભીર ગુનાઓ દર્જ થઇ ચુકયા છે.

ખેંગાર પાર્ક પાસે સ્કોર્પિયો કારથી આવી એક્ટિવાને આંતરી
ફરિયાદીની પુત્રી સિમી અને પુત્ર નિઝામ એક્ટિવાથી જઇ રહ્યા હતા ત્યારે અસલમ બકાલી સ્કોર્પિયો ચલાવતો હતો અને તેણે તેમની એક્ટિવાને આંતરી ઉભી રખાવી હતી. કારમાં બેઠેલા હુશેન અને ફરાજ ક્કલે કહ્યું કે, ફરિયાદ કરી તોય અમે જાહેરમાં ફરી શકીએ છીએ તમે અમારું કાંઇ ઉખાડી નહી શકો. સાક્ષી બનાવાનો શોખ બંને ભાઈ-બહેનનો મોંઘો પડી જશે તેવી ધમકી આપી હોવાની રાવ એસપીનો લેખિતમાં કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...