તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:ચૂંટણી પહેલાં થયેલી 25 પોલીસ કર્મીઓની એટેચ બદલી કાયમી બનશે !

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 ડઝનથી વધુ પોલીસની નજીકના સ્થળે કરાઇ હતી બદલી

ચૂંટણી પહેલા પશ્ચિમ કચ્છમાં 25 જેટલા કર્મચારીઓની નજીકના પોલીસ મથકે બદલીઓ કરાઇ હતી, જેને એટેચ બદલીઓ કહેવાય છે. થોડા સમય માટે જ બદલી કરાઇ હોવાનો ગણગણાટ વચ્ચે કાયમી તે સ્ટેશનમાં જ નોકરી કરવી પડશે કે શું તેવો સવાલ ખડો થયો છે. પોતાના રહેણાંક વિસ્તારમાં જ ફરજ હોવાથી પારદર્શી ચૂંટણીમાં પ્રશ્નો ઉભો થતો હોવાથી એટેચ બદલીઓ કરાઇ હતી.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, આચારસંહિત લાગુ થઇ તેના બે દિવસ પૂર્વે પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં એટેચ બદલીઓ કરવામાં આવી હતી. એટેચ બદલી એટલે કે જે પોલીસ કર્મચારીઓ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ મથકમાં ફરજ બજાવતા હોય તેમને અન્ય જગ્યાએ ફરજ સોંપણી કરવી. પશ્ચિમ કચ્છના જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા અને તે વિસ્તારમાં જ રહેતા પોલીસ કર્મચારીઓની એટેચ બદલીઓ જુદા જુદા પોલીસ મથકોમાં કરવામાં આવી હતી.

ચૂંટણી પારદર્શી બની શકે અને કોઇ પક્ષ વિરોધ કરે તે પૂર્વે જ સ્થાનિક પોલીસ કર્મચારીઓને અન્ય ફરજ સોંપી દેવાય છે. ચૂંટણી પુર્ણ થઇ ગયા બાદ પરિણામ જાહેર થયાને પણ સમય નિકળી ગયો ત્યારે એટેચ બદલીઓ થઇ હતી તે કર્મચારીઓને પરત પોલીસ મથકે લેવાયા નથી. બદલી થયેલી જગ્યાએ જ નોકરી કરવાની છે કે પરત લેવાશે તે અંગે કોઇ ફોડ પડયો ન હોવાથી અસમંજસમાં મુકાઇ ગયા છે.

ટુંક સમયમાં મોટાપાયે બદલીઓ કરાશે : એસ.પી.
આ અંગે પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ સીંઘ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, એટેચ બદલીઓ ચૂંટણી પૂર્વે કરવામાં આવી હતી, તો અમુક કર્મચારીઓને ચૂંટણીને અનુલક્ષીને બદલી કરાઇ હતી. એકાદ સપ્તાહમાં પોલીસ બેડાની મોટાપાયે બદલીઓ જાહેર કરવામાં આવશે. પોલીસ કર્મચારીઓની યાદીઓ તૈયાર કરવાની ગતીવિધી શરૂ થઇ ગઇ છે થોડા જ દિવસોમાં બદલીઓ જાહેર કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો