શિક્ષણ:યુનિ.ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર, 25-6થી શરૂ થશે

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનને કારણે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ દ્વારા વિવિધ શાખાઓની રેગ્યુલર, રીપિટર, એક્સર્ટનલ, એટીકેટી સહિતની સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. શિક્ષણ વિભાગની તા.24-5ના પત્રથી મળેલ સુચનાથી યુનિ. પરીક્ષાઓ તા.25-6 થી શરૂ થશે. સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 4ની પરીક્ષાઓ લેવાશે નહીં તેમને મેરીટના ધોરણે પરીણામ આપી દેવાશે. અનુસ્નાતક કક્ષાના છાત્રોની પરીક્ષાઓ તા.25-6 શરૂ થશે. લોકડાઉનને કારણે છાત્રોની સરળતા ખાતર પરીક્ષા કેન્દ્ર વધારીને પાંચ કેન્દ્રો રખાશે. જેમાં રાપર, નખત્રાણા, માંડવી, આદિપુર અને ભુજનો સમાવેશ થાય છે. હાલની પરીસ્થિતિને ધ્યાને લઇ ગાઇડલાઇન અનુસાર ફેરફાર કરી શકાય તો નવાઇની વાત નહીં.

અન્ય સમાચારો પણ છે...