ઉત્તરાયણ:ભુજમાં ઉત્તરાયણની ઉજવણી ઉલ્લાસભેર થઈ, કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતની ઉત્તરાયણ ફીકી

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે માહોલ અને આનંદ કોરોના મહામારી પૂર્વે જોવા મળતો તેમાં ઓટ દેખાઈ
  • શહેરીજનોએ ગાયો માટે ગૌશાળા અને વિવિધ સ્થળોએ લીલા ચારાનું દાન કર્યું

ભુજ શહેરમાં બે વર્ષ બાદ લોકોએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. પરંતુ આ ઉત્તરાયણમાં પહેલા જેવા આનંદની ઉણપ જોવા મળી હતી. ઉત્તરાયણમાં આકાશમાં દેખાતી પતંગોની સંખ્યા આ વખતે ઓછી દેખાઈ હતી. જેની પાછળ પતંગ અને દોરીમાં થયેલો ભાવ વધારો અને સરકારની કોવિડ ગાઈડલાઈન પણ કારણભૂત હોઈ શકે છે.

જો કે આ પર્વની ઉજવણી આસ્થાળુઓ દ્વારા અલગ રીતે કરવામાં આવી હતી . લોકોએ દેવ મંદિરોમાં જઈ ભગવાનના દર્શન-પૂજા કર્યા હતા. તેમજ ગરીબોને રોકડ તથા અનાજનું દાન કર્યું હતું. જ્યારે ગાયો માટે ગૌશાળા અને વિવિધ સ્થળોએ લીલા ચારાનું પણ દાન કર્યું હતું. અલબત કેલેન્ડર વર્ષની શરૂઆતમાં કોરોના કેસની સંખ્યામાં વધારા સાથે દેશનો આ પ્રથમ તહેવાર લોકો નવી આશા સાથે ઉજવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...