તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર જવાનોનું ઋણ ચુકવવાના દિવસને સશસ્ત્ર સેના ધ્વજદિન તરીકે ઉજવાય છે. દેશભરમાં તા. 7મી ડિસે.ના ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ની ઉજવણી કરવામાં આવે છે.ઉજવણીના ભાગરૂપે કલેકટર પ્રવિણા ડી.કે.એ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત અનુદાન આપી કરી હતી. નિવાસી અધિક કલેકટર કુલદીસિંહ ઝાલાએ પણ યોગદાન આપી લાગણી વ્યક્ત કરી હતી. સશસ્ત્ર સેના ધ્વજદિનમાં અધિકારીઓ, કર્મચારીઓ, દાતાઓ, પ્રજાજનો અને માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટરે અપીલ કરી હતી. આ ફાળાની રકમ કલેકટર અને પ્રમુખશ્રી, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ ૧૧૪, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન, ભુજ ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વીકારવામાં આવે છે.
જેની માટે 02832-221085 પર સંપર્ક કરી શકાશે. સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ પેટે મળેલા ફાળાનો ઉપયોગ પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોની પત્નીઓ તથા શહિદ સૈનિકોના પરિવારજનો-આશ્રિતોને વિવિધ યોજના હેઠળ સહાય આપવામાં કરવામાં આવે છે. આ તકે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ પુનર્વસવાટ અધિકારી ભરતસિંહ ચાવડા અને એનસીસીના જેસીઓ ભાવનાબેન, સુબેદાર ગજેન્દ્રસિંહ, એનસીસી કેડેટ્સ, ભરતભાઈ સુથાર, અશોક સિંહ ઝાલા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.