કામગીરી:CBIની ટીમે 19 વાહનોના બદલતા રહેલા તમામ માલિકોને ફોન કર્યા

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇની ટીમ બે દિવસ સુધી RTO માં બેસી કાગળો અેકત્ર કર્યા

મુંબઇ સીબીઅાઇની ટીમ બે દિવસથી ભુજની અાર.ટી.અો.માં ધામા નાખી બેઠી છે. બે હજાર કરોડના લોન કાૈભાંડ મામલે તપાસમાં અાવેલી ટીમે કચ્છના 19 વાહનોના હાલના અને જુના વાહન માલિકોની કુંડળી કાઢી તમામને ફોન કર્યા હતા. અાંધ્ર બેંક તરફથી લેવાયેલી લોન મામલામાં બેંકમાં વાહન માલિકનું નામ બદલાવીને રજૂ થયેલા કાગળો અંગે સી.બી.અાઇ.ની ટીમ બે દિવસથી ભુજ અાર.ટી.અો.મા તપાસમાં જોતરાઇ છે. બે દિવસથી રાત્રે દસ વાગ્યા સુધી વાહન માલિકોની કુંડળી અને વાહનનો જન્મ કયાં થયો તે અંગેની તારીખો અને કાગળોની ચકાસણી કરી રહી છે.

કચ્છના 19 વાહનો જે ખરેખર અન્ય માલિકોના છે તેમના નામે અાંધ્ર બેંકમાં લોન લેવાઇ છે, જે બે કરોડ રૂપિયાના લોન કાૈભાંડમાં તપાસનો રેલો મુંબઇથી સુરત થઇ ભુજ પહોંચ્યો છે. કચ્છના શ્રીજી અોવરસીસ પ્રાઇવેટ લીમીટેડ નામે પ્રથમ વખત નોંધાયેલા વાહનો બાદમાં અન્ય માલિકોના નામે થયા છે, જે વાહનો પર અેલ અેન્ડ ટી કંપનીની ફાયનાન્સ થયેલી હોવાથી તે વાહનો સીઝ કરી વરંડામાં રખાયા હતા. વરંડામાં રખાયેલા વાહનોની હરરાજી થઇ ત્યારે વાહન માલિકોઅે તે ખરીદી કરી વાહનો મેળવ્યા હતા.

મોટાભાગના વાહન માલિકો ગાંધીધામ વિસ્તારના
શ્રીજી અોવરસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઅે વાહનો ખરીદી કર્યા બાદ અેલ અેન્ડ ટી કંપનીની લોન લીધી હતી, જે તમામ વાહનો બાદમાં અન્ય વાહન માલિકોના નામે થયા છે. કચ્છના 19 વાહનોમાંથી 90 ટકા વાહનો ગાંધીધામ વિસ્તારમાં રહેતા રહેવાસીઅોઅે ખરીદ્યા છે. અા વાહનો પૈકી અેકેય કાર નથી તમામ મોટા ટ્રેલર અેટલે હેવી ગુડસ વ્હિકલ છે.

અન્ય સમાચારો પણ છે...