કૌભાંડ:સચિન ઠક્કરના નામે ભાઇબંધે લીધેલી કાર ભારે પડી, તટસ્થ તપાસ થાય તો મિત્ર મંડળીનો ભાંડો ફૂટે

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ટર માઇન્ડના મિત્રો માલેતુજાર બન્યા

ભુજ રાવલવાડી પોસ્ટ ઓફિસના કરોડોના કૌભાંડના મુખ્ય ભેજાબાજ સચિન ઠક્કર પર આખરે કાયદાનો પંજો વિંજાતા, જો તટસ્થ તપાસ થાય તો મિત્ર મંડળીના અનેક લોકોનો ભાંડો ફૂટે તેમ છે કેમ કે, તેઓ વહેતી ગંગામાં ન્હાવા પડી માલેતુજાર બન્યા હોવાના હેવાલ મળી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મોબાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા આ મિત્રને સચિને 20 લાખની નવી નકોર કાર આપી હોવાનું ખુલ્યું છે. કૌંભાડ બહાર આવતા મુખ્ય ભેજાબાજ સચિને પોતાની અને મિત્રને આપેલી મોંઘીદાટ કાર સગેવગે કરી નાખી છે. જેથી આ મિત્ર હવે પગપાળા ચક્કર કાપી રહ્યા છે. તો શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય એક મિત્રે પણ વહેતી ગંગામાં ન્હાઇ લીધું છે. બે વર્ષ પહેલા સાઇકલના વાંધા હતા તે હાલે 20-20 લાખની બે મોંઘી કારમાં ફરે છે અને ભુજના પોષ વિસ્તારમાં કરોડોના ખર્ચે વૈભવી બંગલો બનાવી રહ્યા છે. આ પ્રકરણ જો તટસ્થ તપાસ થાય તો મિત્ર મંડળીના અનેક લોકોના પગ નીચે રેલો આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...