દુર્ઘટના:ભુજમાં ગેસ ભરાવા જતી વેળાએ કારમાં શોર્ટ સર્કિટથી લાગી આગ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીરજાપર હાઇવે પર પેટ્રોલ પંપ પાસે બપોરે બન્યો બનાવ
  • ફાયર બ્રિગેડની ટીમે આગ પર લીધો કાબુ : જાન હાની ટળી

ભુજ મીરજાપર હાઇવે પર બપોરે કારમાં ગેસ ભરાવા જતી ઇકો કારમાં પેટ્રોલ પંપ નજીક અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેટની ટીમ તાત્કાલિક સ્થળ પર ઘસી જઇ પાણીનો મારો ચલાવતાં આગ કાબુમાં આવી હતી. જો કે, કોઇ જાન હાની થઇ ન હતી. પરંતુ કારમાં 1 લાખ જેટલું નૂકશાન થયું હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભુજ ખાતે રહેતા જયેશભાઇ મહેન્દ્રભાઇ રામાવતએ એ ડિવિઝન પોલીસ મથકે જાહેર કર્યું હતું કે, બનાવ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો.

તેમના મોટાભાઇ મીરજાપર રોડ પર આવેાલા જલારામ પેટ્રોલ પંપમાં કારમાં ગેસ ભરાવવા જતા ત્યારે પેટ્રોલ પંપ પાસે અચાનક શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી ગઇ હતી. જેમાં કારમાં વાયરીંગો, સીટો બળી જતાં કારમાં અંદાજે એક લાજ જેટલું નૂકશાન થયું હતું. તાત્કાલિક નગરપાલિકાના ફાયર બ્રિગેટ ટીમને જાણ કરાતાં આગ પર કાબુ મેળવી લીધો હોવાથી હતો અને કોઇ જાન હાની થઇ ન હોવાનું જણાવ્યું હતું. તો, હાઇવે રોડ પર કારમાં આગ લાગવાની ઘટનાથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...