પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ:ભુજમાં કાર થોભાવતા બુટલેગરે ગાડી રિવર્સમાં લઇ પોલીસ પર ચડાવવાની કોશિશ કરી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - વિનોદ ચુડાસમા - Divya Bhaskar
આરોપી - વિનોદ ચુડાસમા
  • માંડવી રોડથી છઠ્ઠીબારી સુધી પીછો કરાયો, આરોપી પાછળ છેક માંડવીથી એલસીબી અને પેરોલફર્લો સ્ક્વોડ હતી
  • પોલીસ ટુકડીએ કારના કાચ તોડી ચાવી બહાર કાઢી લેતા ગંભીર બનાવ બનતા અટક્યો

પશ્ચિમ કચ્છમાં દારૂનું દુષણ મોટે પાયે ચાલી રહ્યું છે ત્યારે ગુનેગારોને દબોચી લેવા પોલીસની કડક કાર્યવાહી શરૂ કરાઇ રહી છે. તે વચ્ચે મુળ માંડવીના હાલ માધાપર રહેતા બુટલેગર વિનોદ અજીતસિંહ ચુડાસમાની પાસા હેઠળ માંડવી ખાતેથી અટકાયત કરવા નીકળેલી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, આરોપી માંડવીથી ભુજ કારમાં નીકળ્યો છે. ત્યારે એલસીબીએ આરોપીની કારનો માંડવીથી ભુજ પીછો કર્યો હતો.

આરોપીને છઠ્ઠી બારી રિંગ રોડ પર કોર્ડન કરી લેતાં આરોપીએ કારને સ્પીડમાં રિવર્સ લઇને પોલીસ કર્મચારી પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ કર્મચારીને હાથમાં ફેકચર સહિતની ઇજા પહોંચી હતી. આરોપીની ધરપકડ કરીને ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો.

એ ડિવિઝન પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હત્યાના પ્રયાસનો બનાવ શુક્રવારે રાત્રીના અગ્યાર વાગ્યાના અરસામાં ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર વાઇટ બિલ્ડીંગ સામે બન્યો હતો. આરોપી વિનોદ નો પાસનો વોરંટ ઇસ્યુ થતાં એલસીબીની ટીમ બાતમી પરથી આરોપીને ઝડપી લેવા માંડવી પહોંચી હતી. દરમિયાન આરોપી કારથી ભુજ રવાના થયો હતો. એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીની કારનો પીછો કર્યો હતો. અને એક ટીમને મીરજાપર રોડ પર વોચમાં ગોઠવી હતી. ત્યારે મહારાષ્ટ્ર પાસિંગની કારમાં આરોપી વિનોદ અને યશ સુનિલભાઇ જોષી નામના બે શખ્સો નીકળ્યા હતા.

જયનગર પાસેથી એલસીબીના સ્ટાફ અને બે પ્રાઇવેટ વાહન તેમજ મોટર સાયકલ પર પીઆઇ એચ.એસ.ગોહિલ અને કર્મચારી કલ્પેશ ભેમાભાઇ ચૌધરીએ કારનો પીછો કર્યો હતો. આરોપી કારની કારને ભુજ છઠ્ઠી બારી રિંગ રોડ પર વાઇટ બિલ્ડીંગ સામે પોલીસ ટુકડીએ કોર્ડન કરી લીધી હતી. ત્યારે આરોપીએ કાર ઉભી ન રાખતાં પોલીસે કારનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારે કારમાં આરોપી સાથે બેઠેલાએ પોલીસના માણસો છે. તેમ કહેતા આરોપી કારમાં સ્પીડમાં રિવર્સમાં લઇ પોલીસવાહન સાથે ધડાકા ભેર અથડાવી પોલીસ ટીમ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં એલસીબીના કર્મચારી કલ્પેશર ચૌધરીને હાથના ભાગે ફેકચર સહિતની ઇજા પહોંચાડી હતી. પોલીસે આરોપીઓની અટકાયત કરીને આરોપી વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યાના પ્રસાસ સહિતની કલમ તળે ગુનો નોંધ્યો હતો. એ ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર કે.સી.પટેલ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તપાસનીશના જણાવ્યા પ્રમાણે આરોપીને કોર્ટમાં રજુ કરી કોર્ટના આદેશથી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હોવાનું જણાવ્યું છે.

રસ્તામાં કોડાય પુલ અને મીરજાપર ચેક પોસ્ટ પણ આવી !
માંડવીથી ભુજ કારમાં નીકળેલા બુટલેગરનો એલસીબી ટીમ પીછો કરી હતી ત્યારે માંડવીના કોડાય અને મીરજાપર ચેકપોસ્ટ આવે છે. આ બન્ને ચેક પોસ્ટ પરના પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી લીધું હોત તો, અને ચેક પોસ્ટ પર માર્ગ વચ્ચે બેરેક મુકી દેવાયા હોત તો, આરોપી માર્ગ પર જ પકડાઇ ગયો હોત. જો કે, એલસીબીની ટીમે આરોપીને ઝડપી લીધો છે.

બુટલેગર પર 15થી વધુ પ્રોહિબીશનના ગુના નોંધાયા છે
પોલીસ અધિકારી અને કર્મચારી પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરનારો વિનોદ લીસ્ટેડ બુટલેગર છે. તે વિરૂધ 15થી વધુ પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલો છે પશ્ચિમ કચ્છના શહેર અને ગામડાઓમાં દારૂનો સપ્લાય કરી મોટા પાયે ધંધો કરતો હોઇ તેના વિરૂધ પાસાની દરખાસ્ત મંજુર કરાઇ છે.

6 માસ પૂર્વે માંડવીના સબ ઇન્સ્પેકટર પર કાર ચડાવી કર્યો હતો હત્યાનો પ્રયાસ
6 માસ અગાઉ માંડવીમાં દારૂની બોટલો સાથે કાર જઇ રહી હોવાની બાતમીના આધારે આરોપી વિનોદને પકડવા માંડવીની પોલીસ ટુકડી ગઇ હતી. ત્યારે આરોપી વિનોદે પીએસઆઇ આર.સી.ગોહિલ પર કાર ચડાવીને હત્યા નીપજાવવાનો પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...