તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન સાઇડ સ્ટોરી:RTOમાં 3 માસથી ચાલતું બોગસ રસીદનું કાૈભાંડ એજન્ટોની હુંસાતુસીમાં બહાર આવ્યું !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુનાહિત ઇતિહાસ ધરાવતા એજન્ટ બી ડિવિજનમાં ગુનો નોંધાતા જ ભુર્ગભમાં ઉતરી ગયા
  • ફોજદારી નોંધાઇ તે સિવાયના અન્ય લોકો પણ બનાવતા હતા આવી બોગસ રસીદો

કોરોનાની બીજી લહેર ટાણે કચેરીમાં આશિક કામગીરી ચાલુ હતી ત્યારે છેલ્લા ત્રણેક માસથી ડિટેઇનમાં બોગસ રસીદ બનાવી ઇન્સ્પેકટરના સહી-સિક્કા લઇ લેવાતા હતા, જો કે એજન્ટોની હુંસાતુંસીમાં નલિયા પોલીસ મથકે રજૂ થયેલી રસીદની હકીકત સામે અાવી જતા ફોજદારી નોંધાઇ હતી. જેલ હવાલે થઇ ગયા તે સિવાય પણ અન્ય એજન્ટો જે બોગસ રસીદ બનાવતા હતા તે એજન્ટ ભુગર્ભમાં ઉતરી ગયા હતા.

સમગ્ર બનાવની વિગત અેવી છે કે, આર.ટી.અો.માં હજુ સેકડો એજન્ટો કામગીરી કરે છે તો બીજી તરફ અમુક લોકો ડાયરેકટ પણ પોતાના કામ કરાવે છે. છેલ્લા ત્રણેક માસથી બોગસ રસીદ કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કરી આબેહુબ નકલ ઇન્સ્પેકટરને ડોકેટ શીટ પર મુકી રજૂ કરતા હતા અને ડોકેટમાં લખાયેલી કિંમતની રસીદ હોવાથી ઇન્સ્પેકટર સહી-સિક્કા પણ કરી નાખતા. જો કે, ગત સપ્તાહે નોંધાયેલી ફરિયાદ પાછળ એવી વિગત સામે આવી છે કે, અેક અરજદાર પહેલા જે એજન્ટ પાસે થઇ આવ્યો તે એજન્ટે દંડની ગણીત કરી તે ભાવ કરતા અોછા રૂપિયા લઇ અન્ય એજન્ટને કેવી રીતે વાહન ડિટેઇન છોડાવી આપ્યું.

એજન્ટોની હુંસાતુંસીમાં સમગ્ર મામલો નલિયા પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસે રસીદ ચેક કરતા બોગસ નિકળી હતી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને હેવી લાઇસન્સના માસ્ટર માઇન્ડ તેમજ આર.ટી.અો. દીલીપ યાદવે જે એજન્ટની કી-લોગર ચીપ કબજે કરી હતી તે યુવાન પણ આવી રીતે રસીદો પ્રીન્ટ કરી વાહન છોડાવી અાપતો હોઇ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ત્રણ માસમાં સેકડો રસીદ આવી રીતે પોલીસ તંત્રને પધરાવીને વાહન છોડાવી લેવાયા છે.

અા મોડસ અોપેરેન્ડીથી ચાલતું હતું સમગ્ર કાૈભાંડ
​​​​​​​ડિટેઇન થયેલા મેમોનો દંડ ભરવા માટે ડોકેટ તૈયાર કરવામાં અાવે છે જેની સાથે વાહનના કાગળો અને મેમો અેટેચ કરાય છે. ડોકેટ શીટમાં વાહનના નંબર, ડિટેઇન થયેલી તારીખ તેમજ કલમ મુજબ દંડ લખવામાં આવે છે, બાદમાં તે ડોકેટ ઇન્સ્પેકટર પાસે રજૂ થાય છે. ઇન્સ્પેકટર દંડ ચેક કરી સહી કરી આપે ત્યાર બાદ અોનલાઇન ચડાવાય છે. અોનલાઇન થઇ ગયા બાદ કેશબારીમાં પૈસા ભરવાના હોય છે, જો કે આ​​​​​​​ લોકો કેશબારીમાં પૈસા ભરવાને બદલે દંડના ફિગરની રસીદ કોમ્પ્યુટરમાં પ્રિન્ટ કરી નાખતા હતા. પૈસા ભરાયાની રસીદ ડોકેટ ઉપર મુકીને ઇન્સ્પેકટરના સહી સિક્કા લઇ અરજદારને આપી દેવાતી અને અરજદાર પોલીસમાં રજૂ કરી વાહન છોડાવી આવતા હતા.

પોલીસ મથકે રજૂ થયેલી રસીદોની ચકાસણી જરૂરી
જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ડિટેઇન થયેલા વાહનની દંડની રસીદ સાચવી રાખવામાં આવે છે ત્યારે પોલીસ મથકે રજૂ થયેલી રસીદોમાં લાગેલા બારકોડ સ્કેન કરી ચકાસણી કરાય તો સેકડો બોગસ પાવતી મળી આવે તેમ છે. આમ, પોલીસ મથકે રજૂ થયેલી રસીદો ચેક કરાય તો બોગસ પાવતી બનાવનારા પકડાઇ જાય અને સરકારી આવકની ચોરીની ભરપાઇ કરાવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...