તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Body Of An Unidentified Man Was Found From The Border Of Lunwa Village In Bhachau Taluka, Police Investigation Started.

શંકાસ્પદ મોત:ભચાઉ તાલુકાના લુનવા ગામની સીમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસમોર્ટમ માટે મોકલવામાં આવ્યો

પૂર્વ કચ્છના ભચાઉ તાબાના લુનવા ગામ નજીક આજે સવારે 10 વાગ્યાની આસપાસ સિમ વિસ્તારમાં કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ બાવળની ઝાડીમાં પડ્યો હોવાનું ધ્યાનમાં આવતા લોકોએ બનાવની જાણ પોલીસમાં કરી હતી. જેના પગલે ભચાઉ પોલોસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી બનાવની તપાસ હાથ ધરી હતી.

ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર લુનવા પાસે અંદાજિત 30 વર્ષની ઉંમરના યીવકનો મૃતદેહ મળ્યાનો જાણ થતાં સ્થળ પર પહોંચી, મૃતદેહનો કબજો મેળવી, ભચાઉ સરકારી દવાખાને પોસમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ યુવક કોણ છે. અને તેનું ક્યાં કારણોસર મોત નીપજ્યું છે. તેની તપાસ હાલ ચાલુમાં છે. અલબત્ત પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...