તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બે દિવસથી ગુમ ભુજના સરપટનાકા પાસે શીવનગરમાં રહેતા આધેડનો મૃતદેહ ભુજના હમીરસર તળાવમાંથી મંગળવારે મળી આવ્યો હતો. શારીરિક બિમારીથી કંટાળીને હતભાગીએ આત્મઘાતી પગલુ ભર્યું હોવાની વાત સામે આવી છે. ભુજના સરપટ ગેટ બહાર શીવનગરમાં રહેતા લાભશંકર રતીલાલ રાજગોર (ઉ.વ.52) બે દિવસથી ગુમ હતા. મંગળવારે સવારે બારેક વાગ્યે ભુજના હમીરસર તળાવમાંથી એક લાશ મળી આવી હતી જે તેમની હોવાનું બહાર આવ્યું હતું. હતભાગી શરીરની બિમારીથી કંટાળીને આત્મઘાતી પગલુ ભર્યું હોવાની વાત સામે આવી હતી. એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નાગોરમાં યુવાનનો તેના ઘરના બાથરૂમમાંથી મૃતદેહ મળ્યો
ભુજ તાલુકાના નાગોર ગામે રબારી વાસમાં રહેતો વાલજી કરમશી રબારી (ઉ.વ.20) પોતાના ઘરે સવારે બાથરૂમમાં ગયો હતો, બાદમાં અડધા કલાક સુધી બહાર આવ્યો ન હતો. બાથરૂમની અંદર ચેક કરતા બેભાન હાલમાં મળી આવ્યો હતો, તેને સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેાડયો હતો જયાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પીએમ કરાવવા માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
કલરકામ કરતી વેળાએ પડી જવાથી લુણીના યુવાનનું મોત
મુંદરા તાલુકાના લુણી ગામનો યુવાન અકરમ આદમ વાઘેર (ઉ.વ.20) પાંચેક દિવસ પૂર્વે શક્તિ નગરમાં કલર કામ કરતો હતો ત્યારે બીજા માળેથી પડી ગયો હતો. સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, બાદમાં વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયો હતો. ત્યાં યુવાને અંતીમ શ્વાસ લીધા હતા.
નખત્રાણાના યુવાને ગળેફાંસો ખાધો ખાઇ જીવ દીધો
નખત્રાણાના આંબેડકર નગરમાં રહેતો દીપક ગાભાભાઇ ગરવા (ઉ.વ.35) મંગળવારે બપોરે પોતાના ઘરે અઢી વાગ્યાના અરસામાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. સારવાર માટે ખસેડાયો જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ ફાની દુનીયાને અલવીદા કહી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.