છબરડો:ભુજમાં કારમાં સફેદ ગ્લાસ છતાં બ્લેક કાચનો ઇ-મેમો ઘરે આવ્યો

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ઠેર ઠેર કેમેરા નાખી દેવામાં અાવ્યા છે, ટ્રાફિક પોલીસના નેત્રમ રૂમમાંથી વાહન ચાલકોને ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ અોનલાઇન મેમો મોકલાવાય છે. શહેરના અેક યુવકની કારમાં સફેદ ગ્લાસ છે છતાંય બ્લેક ગ્લાસનો ઇ-મેમો મોકલાયો છે. જો કે, મેમોમાં પણ કારન કાચ સફેદ દેખાઇ રહ્યા હોવાથી નેત્રમ સંચાલકોનો છબરડો સામે અાવ્યો હતો.

હોસ્પિટલ રોડથી જ્યુબિલી ગ્રાઉન્ડ તરફ જતા માર્ગે 7મી નવેમ્બરના રોજ યુવકની જીજે 12 ડીઅે 7001 નંબરની કાર પસાર થઇ હતી, કારમાં તમામ ગ્લાસ સફેદ છે અને નંબર પ્લેટ પણ અાર.ટી.અો. માન્ય લાગેલી છે. રોડ પરથી પસાર થતી કારનો ફોટો પાડી બ્લેક ગ્લાસનો મેમો તેના ઘરે મોકલાવાયો હતો. અા અંગે વાહન માલિક સાજીદ મેમણે જણાવ્યું હતું કે, અમારી ગાડીમાં તમામ ગ્લાસમાં ફિલ્મ લગાવાયેલી નથી કે કયારેય પણ જાળી કે બ્લેક નેટ લગાવાઇ નથી. જે દિવસનો મેમો મોકલાવાયો છે તે મેમોમાં પણ પાછળનો ગ્લાસ બ્લેક હોવા અંગેનો મેમો મોકલાવાયો છે પણ મેમોમાં પણ રીતસરનો સફેદ ગ્લાસ દેખાઇ અાવે છે તેમ છતાંય મેમો મોકલાવાયો છે.

નોંધનીય છે કે, નેત્રમ રૂમના સંચાલકો દ્વારા વાહનમાં જોયા વગર મેમો મોકલાવી દેવાતા હોવાથી વાહન માલિકમાં રોષ ફેલાયો હતો. નેત્રમ રૂમમાં ટ્રાફિક નિયમના સંચાલક માટે બેઠેલા અધિકારી-કર્મચારીનો છબરડો સામે અાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...