તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ માટે જીવાદોરી સમાન નર્મદાના નીરનું વહન કરતી કેનાલોમાં અનેક સ્થળે મસ મોટાં ગાબડા અને કામની નબળી ગુણવત્તાથી ચિંતિત ખુદ ભાજપના આગેવાનો અને અનેક ગામના સરપંચોએ નર્મદા નિગમના અધિકારીઓને સાથે રાખી કુંભારીયા પાસેની શાખા કેનાલથી છેક કચ્છ બ્રાંચ કેનાલમા હમીરપર પાસેના પમ્પિંગ સ્ટેશન ઝીરો પોઇન્ટ સુધી મુલાકાત લઇને શાખાની વરવી વાસ્તવિક્તા રજૂ કરી હતી.
કચ્છની મુખ્ય કેનાલમાં હમીરપરથી વાયા ગાગોદર થઇ કુંભારીયા સુધી કેનાલ બની ગઇ છે પરંતું ખાંડેકથી પલાંસવા વચ્ચે સિંચાઇ માટે પૂરતું પાણી પહોંચતું નથી. ઘાણીથર, કાનમેર, ગાગોદર, થોરીયારી, કુંભારીયા, માણાબા, પેથાપર ભીમદેવકા, ફુલપરા ગામોને સિંચાઇના પાણીની રજુઆતો આવતાં ભાજપના આગેવાનો તેમજ લાભાર્થી ગામના સરપંચો નર્મદા નિગમના મુખ્ય ઇજનેર રાવ પાસે પહોંચ્યા હતા અને પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી હતી જેને પગલે કાર્યપાલક ઈજનેર ગમાર તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર માલવીને એન્જિનિયર તેમજ સ્ટાફને સાથે રાખીને ખરેખર પરિસ્થિતિથી વાકેફ થઇને સ્થળ તપાસ કરી અહેવાલ રજુ કરવા મુખ્ય ઇજનેરે આદેશ આપ્યો હતો.
તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયાની આગેવાની હેઠળનું પ્રતિનિધિ મંડળ નર્મદા નિગમના અધિકારીઓ સાથે જોડાયું હતું અને આખા દિવસના પ્રવાસ દરમિયાન કુંભારીયા પાસેની શાખા કેનાલથી છેક કચ્છ બ્રાંચ કેનાલમા હમીરપર પાસેના પમ્પિંગ સ્ટેશન જીરો પોઇન્ટ સુધી નર્મદા શાખાની વરવી વાસ્તવિક્તા રજૂ કરી હતી.
મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા અકબરભાઇ હાજી, માણાબાના સરપંચ અલ્લારખા રાઉમા, રામજીભાઈ સોલંકી ઉપ પ્રમુખ રાપર તાલુકા ભાજપ, ચિત્રોડના સરપંચ સામતભાઇ રાજપુત, કુંભારિયાના ઇન્ચાર્જ સરપંચ ગોંવિદભાઇ સુથાર, રામાભાઇ રાજાભાઈ ચાવડા, નગાભાઇ ચાવડા, ગણેશાભાઇ ડાંગર માજી સરપંચ કુંભારીયા, રાજુભા જાડેજા, દેવાભાઇ ભરવાડ સરપંચ ગાગોદર, લખમણ, ભરવાડ, શૈલેષ મારાજ, ખેતાભાઇ પટેલ, દેવાભાઇ ડોડીયા સરપંચ કાનમેર, રમેશ રાજપુત સરપંચ પલાંસવા, વેલજી સોલંકી, સામતાભાઇ રાજપુત, લખમણભાઇ રાજપુત, ભગાભાઇ આહીર સરપંચ આડેસર તેમજ વખેડુતો સાથે જોડાયા હતા.
કેનાલમાં અનેક સ્થળે આવી દુર્દશા જોવા મળી
કુંભારીયા થી થોરીયારી વચ્ચે કેનાલ નામ પુરતી જ બચી છે અને સંપૂર્ણ પણે માટી ભરાયેલી પડી છે તો આગળ જતા ગાગોદર થી સાંય ગામ તરફ જતાં અડધા કિમી જેટલી લાંબી સાયફન પાસે માટીનાં મોટા ડુંગર જેવા ઢગલાઓ જોવા મળ્યા હતા. ગાગોદર સાયફનથી ઘાણીથર પલાંસવા વચ્ચે તેલીવાઢ સુધી ચાર કિમી ની કેનાલમાં માટી ભરાયેલી છે. તેલીવાંઢ પાસે કાચી કેનાલમાં ચારના બદલે બે પાઇપ નાખવામાં આવ્યા છે. કાનમેર ગામની ડીસ્ટ્રી. કેનાલ પણ રોડ ક્રોસ કરવાનું કામ બાકી છે જેનાં કારણે કાનમેર ગામને પણ પાણી મળતુ નથી. આવીજ રીતે ખાંડેકથી પલાંસવા વચ્ચે કેનાલમા ક્યાંય પણ માટી ભરાયેલી છે. ઘણી બધી જગ્યાએ કેનાલમા મોટા મોટા ગાબડા જોવા મળ્યા હતા.
પાણીનું સ્તર જળવાતું ન હોવાથી મુશ્કેલી
નર્મદા નિગમની ઉદાસીનતાના કારણે કેનાલમાં પાણીનું સ્તર જળવાતું ન હોવાથીછેવાડાના ગામડાઓ સુધી પહોંચતું નથી. અનેક સ્થળે સિકયોરિટીના માણસો હાજર ન રહેતાં હોઇ ખાસ કરીને રાત્રીના સમયે જેથી પાણીનો પ્રવાહ સ્થિર થવાના બદલે આડો અવળો ફંટાઈ જાય છે. ઝીરો પોઇન્ટ પંમ્પીગ સ્ટેશનથી ગાગોદર શાખા કેનાલમા 5.20ની લેવલ સતત જળવાય તેવી કિસાનોએ માગ કરી હતી.
સંકલનનો અભાવ સપાટીએ આવ્યો
કેનાલની સંપૂર્ણ મુલાકાત દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને સિકયુરીટીના સંકલનનો ખુબ મોટો અભાવ જોવા ળ્યો હતો. દરેક રજુઆતોમા તમામ જવાબદાર એક બીજાને ખો આપતાં જણાયા હતા તેમ છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે અને તાત્કાલિક રીપેરીંગના કામો હાથ ધરીને શક્ય તેટલાં વહેલા સર પાણી પહોંચતું કરવાની ખાત્રી જવાબદારોએ આપી હતી.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.