• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Birth Anniversary Of Hanumanji, Who Was Brought To India From Pakistan, Will Be Celebrated Today At The Border Bediabet

પાકિસ્તાનથી ભારત આવેલા હનુમાનજી:આજે સીમાવર્તી બેડિયાબેટમાં જયંતી ઊજવાશે; પ્રથમ યુદ્ધ બાદ કર્નલ રણજિતસિંહ તલાઈમાં મંદિરમાંથી મૂર્તિ લાવ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનથી ભારત લવાયેલા હનુમાનજીનું મંદિર - Divya Bhaskar
પાકિસ્તાનથી ભારત લવાયેલા હનુમાનજીનું મંદિર
  • સ્વામિનારાયણ મંદિરે જીર્ણોદ્ધાર કર્યા બાદ BSF કરે છે પૂજા

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ 1965માં થયું હતું. યુદ્ધ બાદ કચ્છ કરાર મુજબ જમીનની મોજણી અને સોંપણી થઈ હતી, જેમાં નવા સીમાંકન મુજબ, ભારતીય સેનાના કર્નલ રણજિતસિંહ પાકિસ્તાનના તલાઈ વિસ્તારમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે મુજે ભી સાથ લે કે ચલો.. મુજે અકેલા મત છોડો.. જેવા અવાજો સાંભળ્યા. સર્ચ-ઓપરેશનમાં કંઈ મળ્યું નહીં, પણ તેમણે સ્વપ્નમાં જોયું હતું કે હનુમાનજીનું મંદિર રહી ગયું છે, જેથી ત્યાંથી મંદિર ખસેડીને બેડિયાબેટ વિસ્તારમાં સ્થાપના કરી હતી, જ્યાં આજે વર્ષોની પરંપરા મુજબ આજે હનુમાનજયંતીની ઉજવણી કરવામાં આવશે.

માનતા પૂરી થાય એટલે મંદિરમાં ઘંટ બાંધવામાં આવે છે
1968ના કચ્છ સત્યાગ્રહ મંડળના પ્રમુખ અને સિનિયર સિટિઝન કે.વી. ભાવસારે અખબારી યાદીમાં વધુ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે પ્રથમ યુદ્ધ વખતે સી.આર.પી.એફ.ના જવાનો સરહદે રક્ષા કરી રહ્યા હતા. ત્યાર બાદ 1965ની 1લી ડિસેમ્બરે બી.એસ.એફ.ની સ્થાપના થઈ ત્યારથી સરહદે બી.એસ.એફ.ના જવાનો સેવા બજાવી રહ્યા છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ કે જવાનોની તેમના વતનમાં બદલી થાય કે તેમની માનતા પૂરી થાય ત્યારે મંદિરમાં ઘંટ બાંધે છે, જેથી મંદિરના પ્રાંગણમાં હાલ 1500 જેટલા ઘંટ રણકી રહ્યા છે. દર વર્ષે હનુમાનજયંતીના દિવસે સુંદરકાંડના પાઠો, હવન, પ્રસાદ વિતરણ અને લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાય છે. અન્ય જગ્યાએ ફરજ બજાવતા જવાનોને પેકેટમાં પ્રસાદ પહોંચાડાય છે.

તમામ સેવાઓ અને સગવડો ઉપલબ્ધ
2019ની ડિસેમ્બરે ભુજ સ્વામિનારાયણ મંદિરે બેડિયાબેટ હનુમાન મંદિરનું જીર્ણોદ્ધોરકાર્ય અને વિસ્તરણ કરી નૂતન મંદિર બનાવ્યું છે, જેમાં તમામ સેવાઓ અને સગવડોની સુવિધા રખાઈ છે. જીર્ણોદ્ધાર બાદ બી.એસ.એફ.ને સુપરત કર્યું છે, જેથી તેઓ જ હનુમાનની પૂજા અર્ચના કરે છે.

અન્ય સમાચારો પણ છે...