તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામડાની વ્યથા-કથા:ખારી જૂથ ગ્રામપંચાયતના જન્મ-મરણ રજિસ્ટર જ ગૂમ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઇ

ભુજ તાલુકાની ખારી જૂથ ગ્રામપંચાયતમાં જન્મ-મરણના રજિસ્ટર ગૂમ થઇ ગયા હોવાના હેવાલ મળી રહ્યા છે.માહિતી અધિકાર તળે માહિતી ન મળતાં પ્રથમ અપીલમાં તાલુકા વિકાસ અધિકારીએ રાખેલી સુનાવણીમાં હાજર થયેલા તલાટીએ ગ્રામપંચાયતમાં વર્ષ 2018થી 2020ના રજિસ્ટર ઉપલબ્ધ છે પરંતુ તે સિવાય 60થી 70 વર્ષના રજિસ્ટર ન હોવાનું કહ્યું હતું. આ મુદ્દે તા.12-3-21ના પત્રથી ટીડીઓએ અપીલકર્તાને આયોગમાં જવા જણાવ્યું છે.

જો કે, આટલી પ્રક્રિયા બાદ પણ તાલુકા વિકાસ અધિકારી કે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રજિસ્ટર ગૂમ કરનારાઓ સામે કોઇ જ પગલા ભરાતા નથી. જો રજિસ્ટરની ચોરી થઇ ગઇ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની હોય છે પરંતુ આવી કોઇ ફરિયાદ પણ અત્યાર સુધીમાં થઇ નથી. પંચાયતમાંથી વર્ષ 2005-06ના આકારણી રજિસ્ટર ગૂમ થયાના બે વર્ષ બાદ તે સમયના ડીડીઓએ ટીડીઓને ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો અને તલાટીઓને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ કિસ્સામાં ગામના મૂળભૂત નાગરિક, રહીશ હોવાની ઓળખ મિટાવવા સાજીસ કરનારાઓ સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ સાથે ખારીના અબ્બાસ જે. ભિંયાએ લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...