તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠાના દિયોદર પોલીસ મથકની હદમાં બાતમીના અાધારે ભુજ સરહદી રેન્જના આરઆરસેલની ટીમે સવા લાખનો દારૂનો જથ્થો ભરીને કારમાં લઇ અાવતા બે રાજસ્થાની શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરી અાપનારા શખ્સ દરોડા દરમિયન નાસી છુટતાં ત્રણ અારોપી વિરૂધ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે વહેલી સવારે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં પેટ્રોલિંગ રહેલા ભુજ અાર અાર સેલના સ્ટાફે દિયોદર તાલુકાના રાંટીલા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી નંબર પ્લેટ વિનાની કારને રોકવાની કોશીશ કરતા ચાલક દ્વારા પુરઝડપે કાર હંકારી દેતા પોલીસ સ્ટાફ દ્વારા કારનો પીછો કરી કુવાતા ગામ પાસેથી ઝડપી લીધી હતી. કારમાંથી પોલીસે વિદેશી દારૂની 1,070 બોટલ કિંમત રૂપિયા 1,25,600, મોબાઇલ નંગ-3 કિંમત રૂપિયા 3,000 તેમજ કાર કિંમત બે લાખ મળી કુલ રૂ.3,28,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે કાર ચાલક રાજસ્થાની અનિલકુમાર ભગીરથરામ વિશ્નોઈ અને શિવરતન ઓમપ્રકાશ અગ્રવાલ નામના બે શખ્સને દબોચી ગયા હતા તેમજ દારૂ ભરી અાપનરો વિક્રમ રાજપૂત ગાડીમાંથી ઉતરી નાસી ગયો હતો.
પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ દિયોદર પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાવ્યો હતો. ઉપરોક્ત કામગીરી ભુજ રેન્જના પોલીસ મહાનિર્દેશક જે.અાર.મોથલીયા તથા પીઅાઇ બી.અેસ. સુથાર અને પીઅેસઅાઇ જે.અેમ.જાડેજા તેમજ અેન.વી. રહેવરના માર્ગ દર્શન હેઠળ તેમના સ્ટાફના કર્મચારીઓઅે કરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.