જાહેરાત:ભુજ-મુંબઇની ફલાઇટ સપ્તાહમાં 4 દિવસ માટે 16મીથી શરૂ થશે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પહેલા રન-વે સરફેસિંગ પછી લોકડાઉન અને ખાલી સ્લોટનું ગ્રહણ નડ્યું હતું
  • અેરપોર્ટ અોથોરિટીની સત્તાવાર જાહેરાત કરાઇ : ચાર દિવસ માટે સ્લોટ મળ્યા

1લી જુનથી શરૂ થતી ભુજ-મુંબઇની વિમાની સેવા વધુ 15 દિવસ બાદ 16મીઅે શરૂ થશે તેવી સત્તવાર જાહેરાત અેરપોર્ટ અોથોરીટી તરફથી કરાઇ છે. પહેલા રન-વે મેઇન્ટેઇન્સનું ગ્રહણ નડયા બાદમાં લોકડાઉન તેમજ મુંબઇ અેરપોર્ટ પર સ્લોટ ખાલી ન મળતા વિમાની સેવા ખોરવાઇ હતી. જો કે, અેરપોર્ટ અોથોરીટીના સુત્રો મુજબ સપ્તાહમાં ચાર દિવસ માટે ભુજથી મુંબઇની વિમાની સેવાનો સ્લોટ ખાલી મળ્યો છે, થોડા સમય પછી ફરીથી અાખો સપ્તાહ ફલાઇટ ઉડાન ભરે તેવા પ્રયાસો શરૂ કરાઇ રહ્યા છે.

ભુજથી મુંબઇની વિમાની સેવા છેલ્લા કેટલાક સમયથી બંધ હતી, અેરપોર્ટ પર રન-વેની કામગીરી ચાલુ હોવાથી અઢી માસથી ફલાઇટ બંધ છે. 1લી જુનથી અેરપોર્ટ પરથી મુંબઇની ફલાઇટ સેવા અાપશે તેવી જાહેરાત અેરપોર્ટ અોથોરીટી તરફથી કરાઇ હતી બાદમાં તારીખ વધુ 15 દિવસ લંબાવાઇ છે. અત્યાર સુધી રન-વે મેઇન્ટેઇનસના કારણે અેરપોર્ટ બંધ રખાયું હતું, બાદમાં મુંબઇમાં કોરોનાને લીધે વધુ 15 દિવસ સેવા ખોરવાઇ હતી..

અા અંગે અેરપોર્ટ અોથોરીટીના અેસ. બી. સીંઘે જણાવ્યું હતું કે, કોરોના મહામારી, લોકડાઉન, રનવે સરફેસિંગના કારણે ખોરવાયેલી વિમાની સેવા ફરીથી 16મી જુને શરૂ થઇ જશે. સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર અેમ સપ્તાહમાં ચાર દિવસ વિમાન ભુજ-મુંબઇ માટે નિયમ સમય પર અાવશે અને ઉડાન ભરશે. હાલ સપ્તાહમાં ચાર દિવસ સેવા રહ્યા બાદ અાખો સપ્તાહ ફલાઇટ ચાલે તેવા પ્રયાસો ચાલુ છે. મુંબઇ અેરપોર્ટ પર સ્લોટ ખાલી ન હોવાના કારણે વધુ 15 દિવસ ફલાઇટ સેવા ખોરવાઇ હતી પણ હવે મેઇલમાં લેટરથી સત્તાવાર 16મી તારીખથી સ્લોટ અપાયો હોવાનુ ઉમેર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...