તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીના પગલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પરીક્ષા ફોર્મ ભરવાની મુદત 3 ડિસેમ્બરના બદલે વધારીને 19-12 કરવામાં આવી છે.બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તા.24-1-2021ના રોજ ગુજરાત સહિત દેશના જુદા-જુદા રાજ્યોની બાર કાઉન્સિલોમાં નોંધાયેલા ધારાશાસ્ત્રીઓ માટે 15મી વખત ઓલ ઇન્ડિયા બારની પરીક્ષા યોજાશે. આ માટે પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3-12 નિર્ધારિત કરાઇ હતી. વર્તમાન સમયે ફરીથી કોરોનાના કેસ વધતાં ગુજરાતની અનેક યુનિવર્સિટીઓ દ્વારા પરિણામ જાહેર કરી શકાયા નથી, જેથી ધારાશાસ્ત્રી બનવા ઇચ્છુક મોટી સંખ્યામાં ઉમેદવારો આ પરીક્ષાથી વંચિત રહી જાય તેમ હોઇ, આવેલી અનેક રજૂઆતો બાદ બારની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરીને તા.19-12-2020 કરાઇ છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.