• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Auction Of Confiscated Vehicles Of Anjar Police Cost The Government Rs. Revenue Of Rs 56 Lakh, Disposal Of 532 Vehicles That Ate Dust At The Police Station For 5 Years

જપ્ત કરાયેલા વાહનોની હરાજી:અંજાર પોલીસની જપ્ત કરાયેલા વાહનોની હરાજીથી સરકારને રૂ. 56 લાખની આવક, 5 વર્ષથી પોલીસ મથકમાં ધૂળ ખાતા 532 વાહનોનો નિકાલ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરાજીમાં ભાગ લેવા સમગ્ર ગુજરાતના 108 જેટલા સ્ક્રેપના વેપારીઓ ઉપસ્થિત રહ્યા
  • પોલીસ મહાનિરીક્ષક, નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને પીઆઈની આગેવાની હેઠળ પ્રક્રિયા હાથ ધરાઈ

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અંજાર પોલીસ મથકના કમ્પાઉન્ડમાં પડી રહેલા દ્વિ-ચક્રી વાહનોના નિકાલ માટે હરાજી યોજી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારની કામગીરી સંભવિત જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ હતી. અંજાર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5થી 6 વર્ષ દરમિયાન કલમ 207 અને કલમ જીપી 82 હેઠળ જપ્ત કરવામાં આવેલા દ્વિ ચક્રી વાહનોના નિકાલ માટે અંજાર પોલીસ દ્વારા આજે મંગળવારે પોલીસ મથક ખાતે જાહેર હરાજી યોજાઈ હતી. જેમાં કુલ 532 વાહનોની હરાજી કરવામાં આવી હતી, આ કાર્ય દ્વારા પોલીસે સરકારની તિજોરીને રૂ. 56 લાખ 10 હજાર 900ની આવક કરાવી આપી હતી. આ હરાજીમાં ભાગ લેવા સમગ્ર ગુજરાતના 108 જેટલા સ્ક્રેપના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર કલમ 207 અને જી.પી.82 હેઠળ જપ્ત કરવામાં આવેલા વાહનો છેલ્લા 5 વર્ષથી વધુના સમયથી પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા હતા. જેના નિકાલ માટે પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા અને નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન તળે પી.આઈ એમ.એન.રાણાની આગેવાની હેઠળ જપ્ત વાહનની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ વિશે પીએસઓ જયંતી વાઘેલાએ જણાવ્યું હતું કે હરાજી પૂર્વે તમામ વાહનોના ચેસીસ નંબર કેરોસીન અને ખાસ પ્રકારના કેમિકલ દ્વારા સાફ કરી મેળવાયા હતા. જેના આધારે આરટીઓ વિભાગના સહયોગ સાથે વાહનધારકોને બૅથી ત્રણ વખત નોટિસ પણ મોકલવામાં આવી હતી. જેના બાદ પડતર રહેલા 532 વાહનોની આજે સવારે 10થી 12.30 વાગ્યા સુધીના સમય દરમ્યાન હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના દ્વારા રૂ. 56 લાખથી વધુની આવક ભેગી કરી સરકારી કચેરીને આપવામાં આવશે.

હરાજી પ્રક્રિયાને સફળ બનાવવા પીઆઈ એમ.એન.રાણાની આગેવાની હેઠળ છેલ્લા છ માસથી સ્ટાફના માણસો જહેમત લઈ રહ્યા હતા. જેમાં એમટીઓ પીએમ જામ, એએસઆઈ ઇસ્માઇલ ચાકી, રાજુભાઈ આહીર, દિલીપ પરમાર, દિગ્વિજયસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ ગોહિલ, રાજુભા ઝાલા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...