તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલાકારોમાં ખુશી:ભુજનું ઓપન એર થિયેટર મૂળ જગ્યાએ રાખવાના નિર્ણયથી કલાકારોમાં ખુશી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ નગરપાલિકા દ્વારા શહેરના એક માત્ર ઓપનએર થિયેટર કે જેને ખસેડવાનો નિર્ણય કરવામાં આવેલો હતો. આ નિર્ણય સામે કલાકારોના પ્રતિનિધિ મંડળે નગરપતિ અને કારોબારી ચેરમેનને આવેદનપત્ર આપી વાંધો લીધો હતો. ઓપન એર થિયેટરનું મૂળ જગ્યાએ નિર્માણ કરવું જોઈએ અને કચેરી પણ એ જ જગ્યાએ નિર્માણ પામવી જોઈએ એવી માંગણી કરવામાં અાવી હતી. જે માંગણી સંતોષવામાં અાવી છે, જેથી કલાકારોમાં ખુુશી વ્યાપી ગઈ છે.

અખબારીમાં જણાવ્યા મુજબ તાજેતરમાં કારોબારી સમિતિએ ઠરાવ કર્યો છે કે, ઓપન એર થિયેટરને મૂળ જગ્યાએ રાખવામાં અાવશે. સુધરાઈની કચેરીનું નિર્માણ પણ હાલની હયાત ઈમારતને પાડીને એ જ જગ્યાએ બનાવાશે. જે નિર્ણય અને ઠરાવ પસાર થતાં ભુજના કલાકારોના પ્રતિનિધિમંડળના ઝવેરીલાલ સોનેજી, પંકજ ઝાલા, જગદીશ ભટ્ટ ,આસુતોષ મહેતા, શૈલેષ જાની, અનિરુદ્ધસિંહ ગોહિલએ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને કારોબારી ચેરમેન જગત વ્યાસને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

કલાકારો વતી તેનો આભાર પ્રગટ કરી નવો ઓપન એર થિયેટર અધ્યતન બનાવી કલાના સાંસ્કૃતિક પ્રદર્શન માટે ખુલ્લો મુકવા રજૂઆત કરવામાં અાવી હતી. જેને પણ સકારાત્મક પ્રતિભાવ આ બન્ને પ્રજાકીય પ્રતિનિધિઓએ આપ્યો હતો. કલાકારોના હિતને ધ્યાનમાં લઈને કરાયેલા ઠરાવથી કલાકારોમાં આનંદ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...