તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છના જાણીતા રંગકર્મી અને જૂની પેઢીના કલાકાર ભાસ્કર બુચનું નિધન થતાં તેમને કલાકારમિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્વ. ભાસ્કરભાઇના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. ભાસ્કરભાઇની કલાયાત્રાના સાક્ષી કલાકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્મરણો યાદ કર્યા હતા.
સપ્તરંગના પ્રમુખ ઝવેરીલાલ સોનેજીએ ભાસ્કરભાઇને નાટક અને સંગીતના કલાકાર ગણાવી સંગીત પ્રત્યેનીએ સુઝને યાદ કરી હતી. ભાસ્કરભાઈના જવાથી કલાજગતની કમર તૂટી ગઈ છે તેવું જણાવ્યું હતું. સંસ્કારનગરના કૃષ્ણકાંત ભાટીયા, કાંતિભાઇ ગોર દ્વારા વિદ્યાર્થીકાળના અનુભવો સંભાર્યા હતા. સંસ્કારભારતી ભુજના અધ્યક્ષ આસુતોષ મહેતાએ તેમને ગુરૂ તરીકે માન્યા હતા અને તેમનુ સન્માન સંસ્થા દ્વારા કલાગુરૂ એવોર્ડ આપીને સન્માનીત કર્યાના પ્રસંગ યાદ કર્યા હતા. જગદીશ ભટ્ટ, પરમાનંદ જોશી, શૈલેન્દ્ર ચોક્સી, કમલેશ પંચોલી, નિરૂપમ છાયા, ડો. કાંતિભાઇ ગોર, નયન રાણાએ તેમની નાટ્ય પ્રત્યેની ઊંડી સુઝ અને વાંચનને યાદ કરી ક્રોસ કમ્પોઝીશનની આવડતની નોંધ લીધી હતી.
આ પ્રસંગે સિવિલ સર્જન અને તેમના નાના ભાઇ ડો. કશ્યપ બુચે કુટુંબને જોડી રાખીને અમારા પરિવારનો મુખ્ય આધારસ્થંભ ખોયાનું દુઃખ વ્યકત કર્યુ હતું, તો વડોદરા સ્થિત ભાસ્કરભાઇના નાના મધુકરભાઇએ સંગીત,નાટ્ય કલા ક્ષેત્રે તેમની ગાંડી દોટ રહી હતી જે હરહંમેશ યાદ રહેશે તેવું કહ્યું હતું. કચ્છ બહાર વસતા કલાકારમિત્રો સુરેશભાઇ મહેતા, નિરંજન અંતાણી,અનિલ વોરા, રાજેશ અંતાણી, પ્રદીપ જોશી, મહેન્દ્દ્ર મારવાડાએ પણ શોકસંદેશ પાઠવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.