આયોજન:નિરોણાના સેવાસેતુમાં અધિકારીઓ હાજર ન રહેતાં અરજદારો અટવાયા

નિરોણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરાર આધારિત કર્મચારીઓના ભરોસે થયું આયોજન

નિરોણામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો પણ અધિકારીઓ જ તેમાં હાજર ન રહેતાં અરજદારોના કામ સહી ન થવાના કારણે અટવાયા હતા અને સેવાસેતુનો હેતુ બર આવ્યો ન હતો.

સ્થાનિક ઉપરાંત બિબર, પાલનપુર (બાંડી), વંગ ગ્રામ પંચાયત હેઠળ આવતા 15 જેટલા ગામોના લોકો માટે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ રસીકરણમાં રોકાયેલા હોતાં આવી શક્યા ન હતા પરિણામે તેમની સહીના અભાવે વિવિધ પ્રમાણપત્રો અને દાખલા આપી શકાયા ન હતા. કેટલાક કરાર આધારિત ત્રીજા વર્ગના કર્મચારીઓના ભરોસે આયોજિત કાર્યક્રમમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આવક અને જાતિના દાખલા કઢાવવા માટે લોકોની ભીડ જામી હતી.

શાળામાં કાર્યક્રમ યોજાતા અભ્યાસ બગડ્યો
ગામની પ્રાથમિક શાળામાં સેવાસેતુનું આયોજન થયું હતું જેને કારણે કન્યા શાળાના 345 અને કુમાર શાળાના 353 જેટલા વિદ્યાર્થીઓને ચાલુ દિવસે પણ રજા આપવામાં આવી હતી. આ કારણોસર છાત્રોનો અભ્યાસ બગડ્યો હોવાનું જણાવતાં કેટલાક વાલીઓએ સરકારી કાર્યક્રમ ગ્રામ પંચાયત કે સામૂહિક હોલમાં યોજવા જોઇએ તેમ રોષ પૂર્વક જણાવ્યું હતું. આ અંગે શાળાના આચાર્યનો સંપર્ક સાધતાં તેમણે તાલુકા શિક્ષણાધિકારીનો મૌખિક આદેશ મળતાં શિક્ષણ કાર્ય બંધ રાખ્યું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...