તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજુર:કુનરિયામાં બચકું ભરી કાન કાપી લેવાના કેસમાં આરોપીના આગોતરા હાઇકોર્ટે ફગાવ્યા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ સેશન્સ કોર્ટે પણ અરજી નકારી હતી

ભુજ તાલુકાના કુનરીયા ગામે માનસિક બીમાર જમાઇને માર મારી બચકુ ભરીને કાન કાપી નાખવા કેસમાં આરોપી ભુજ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન રદ થયા બાદ હાઇકોર્ટે પણ આરોપી આગોતરા જામની અરજી ના મંજુર કરી છે.

કેસની હકિકત મુજબ કુનરીયા ગામના અર્જુનભાઇ ગામોટ માનસિક રીતે બીમાર હોઇ તેની સેવા કરતી પત્નિ કોમલબેનને બળજબરીથી પિયરે લઇ જવા મુદે ઝઘડો કરીને જમાઇને માર મારી બચકુ ભરીને કાન કાપી નાખી તેમજ હાથની કોણી પર છરીથી ઇજા પહોંચાડવાના કેસમાં આરોપી વાલજી ઉર્ફે વેલજી દામજી મઢવીના અગાઉ ભુજ સેશન્સ કોર્ટમાં અગોતરા જામીન અરજી ના મંજુર થયા બાદ આરોપીએ ગુજરાત હાઇ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજુ કરતાં હાઇકોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નકારી હતી. ફરિયાદી તરફે ભુજના એડવોકેટ કુલદીપ જી.મહેતા દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો