તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • The Annual Book Of Accounts Was Worshiped By The Merchants Of Diwali, The Merchants Performed Traditional Rituals In The Presence Of Satsangis At Religious Places

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપડાનું પૂજન:દિવાળીના વેપારીઓ દ્વારા વાર્ષિક હિસાબના ચોપડાનું પૂજન કરાયું, ધાર્મિક સ્થળોએ સત્સંગીઓની હાજરીમાં વેપારીઓએ પરંપરાગત વિધિ સંપન્ન કરી

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વ્યાપારીઓ માટે સૌથી મહત્વનું છે વેપારનો હિસાબ. આવક જાવક અને વેંચાણ ખરીદીનો હિસાબ માટેના ચોપડાનું દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં બ્રાહ્મણની વિધિ સાથે પૂજન કરે છે. જથ્થાબંધ માર્કેટ હોય કે સામાન્ય નાનો વેપારી, તેમના રોજમેળ, વાર્ષિક નોંધ વગેરે બુકનું પૂજા કરે છે. ભુજ સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ સંસ્થાના અને સત્સંગીઓને ચોપડાનું સમૂહ પૂજન યોજાય છે.

મહંત પુરાણી ધર્મનંદનદાસજી તથા જાદવા ભગતની અધ્યક્ષતામાં આ વિધિ મંદિરના સભાગૃહમાં સંપન્ન થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વેપારીઓએ દિપાવલી નિમિત્તે આ વિધિ કરી આવતું વર્ષ વેપારમાં ઉન્નતિ થાય તેવી ભાવના રાખી હતી. ચાલુ વર્ષે કોરોના અને આર્થિક મંદિના કારણે વેપારીઓને ફટકો પડ્યો છે. ત્યારે આવનારુ નવુ વર્ષ સારુ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો