કામગીરી:સેવા સમાપ્ત કરેલા પ્રાથમિક શિક્ષકને પુન: ફરજ પર લઈ રકમ ચૂકવાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતાથી જવાબદારોમાં ફફડાટ
  • નીતિ નિયમનો ભંગ કરીને અનેક લાભ અપાતા ઓડિટમાં ક્વેરી

કચ્છમાં ડી.પી.ઈ.અો.અે નખત્રાણા તાલુકાની પાનેલીમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકને ગેરશિસ્ત અને નૈતિક અધપતનના ગુનામાં 2008થી 15મી અેપ્રિલથી ફરજ મુક્ત અને સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ, કોર્ટમાં નિર્દોષ ઠર્યા હતા, જેથી તેમની 2010ની 16મી અેપ્રિલની અરજી બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે 2010ની 26મી અેપ્રિલના કાર્યાલય અાદેશ કરીને ભચાઉ તાલુકાના અમરાપરમાં પુન: ફરજ ઉપર લીધા હતા. પરંતુ, નીતિ નિયમનો ભંગ કરી અનેક અાર્થિક લાભો અપાયાનું અોડિટની ક્વેરીમાં નીકળતા શિક્ષણ તંત્રના જવાબદારોમાં પગ નીચે રેલો અાવવાની શક્યતાથી ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શિક્ષકને 2009ની 2જી ડિસેમ્બરે વિદ્યા સહાયક તરીકે 5 વર્ષ પૂરા થાય. પરંતુ, ફરજ મુક્ત અને સેવા સમાપ્તિ બાદ પુન:ફરજ ઉપર લેવાના સમયના અંતરાલને કારણે સળંગ 5 વર્ષ ફરજ બજાવી જ નથી. અામ છતાં પૂર્ણ પગારમાં સમાવેશ કરાયો છે. અેટલું જ નહીં પણ અેરિયર્સનું બિલ બનાવી રકમ પણ મેળવી હતી. જ્યારે તેમની મદદનીશ શિક્ષક તરીકે બદલી કરાઈ હતી. ભચાઉ તાલુકા પંચાયતમાં 2018/19ના અન્વેષણ અોડિટમાં રેકર્ડની ચકાસણી કરવામાં અાવતા સેવાપોથીમાં ચૂકવણા અને ઈજાફામાં અનિયમિતતાઅો અોડિટ નોંધ અાપવામા અાવી છે, જેમાં પુન:ફરજ પર લેવામાં સરકારની મંજુરી લેવી પડે.

વળી ફિક્સ પગારની નોકરી પૂર્ણ કરી નથી અને તેમના ખાતામાં કોઈ રજા જમા નથી. છતાં પૂરા પગારમાં સમાવાયા છે. સેવા વિનિયમિત થઈ હોવા છતાં 344 દિવસનું અેરિયસ પણ લેવાયું છે અને પૂર્ણ સમયનો પગાર લેવાનો ન હોય અે 744 દિવસના ગાળાનો પૂર્ણ પગાર ચૂકવાયો છે. તમામ કાર્યવાહી તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમથી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...