તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફાળવણી:ગૌચરની જમીનની રકમ ગ્રામ પંચાયતોએ પરચુરણ ખર્ચમાં વછોડી

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકે ઓડિટમાંથી ગોટાળા પકડ્યા

ગ્રામ પંચાયત હસ્તકની ગોચર જમીનમાંથી ઔદ્યોગિક એકમોને ફાળવાઈ હોય તો 30 ટકા રકમ ગ્રામ પંચાયતને આપવાની હોય છે. જે રકમ ગ્રામ પંચાયતે ગોચર જમીન માટે ખર્ચવાની હોય છે. પરંતુ, ચારેક જેટલી ગ્રામ પંચાયતોએ એ રકમ પરચૂરણ અને પગાર ખર્ચ પાછળ વછોડી નાખી છે. તો કેટલીક ગ્રામ પંચાયતોએ બેંકમાં રાખી મૂકી છે. જે ગોટાળો સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકે ઓડિટ દરમિયાન પકડી પાડ્યો છે.ગોચરની જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવે ત્યારે ઔદ્યોગિક એક પાસેથી વધારાના 30 ટકા બજાર કિંમતે લેવાના હોય છે. જે રકમ તાલુકા પંચાયતને ગોચર સુધારણાના ઉપયોગ માટે સોંપાય છે. એટલું જ નહીં પણ ઔદ્યોગિક હેતુ માટે જેટલી ગોચર જમીન લેવામાં આવી હોય તેટલી જમીન શક્ય હોય તો સરકારી પડતર જમીનમાંથી ફાળવવાની હોય છે. જિલ્લા પંચાયતના કાર્યાલય આદેશથી 2009/10માં 17 ગ્રામ પંચાયતને એવી રકમ ફાળવવામાં આવી હતી.

જે રકમમાંથી ગ્રામ પંચાયતોએ ગોચર માટે જમીન ખરીદવાની હતી. જે જમીન ગોચર કરવાની સત્તા કલેકટરને અપાઈ છે. એ 17 ગ્રામ પંચાયતોને ફાળવાયેલી રકમમાંથી શું કાર્યવાહી થઈ એના આધારો ઓડિટ દરમિયાન સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકે માંગ્યા હતા, જેમાં અબડાસા તાલુકાની વરંડી મોટી ગ્રામ પંચાયતને ફાળવાયેલી 70 હજાર પરચુરણ અને પગાર ભથ્થામાં ખર્ચાયેલા જોવા મળ્યા છે. માંડવી તાલુકાની બિદડા ગ્રામ પંચાયતને 4 લાખ ફાળવાયા હતા. જે પણ પગાર ભથ્થા અને અન્ય ખર્ચમાં વપરાયા છે. મુન્દ્રા ગ્રામ પંચાયતને 3.67 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જે રકમ પણ પગાર ભથ્થા અને અન્ય ખર્ચમાં વપરાઈ ગઈ છે. મુન્દ્રા તાલુકાની મોઢા ગ્રામ પંચાયતને 10 લાખ ફાળવાયા હતા. જે પરચુરણ ખર્ચમાં વપરાઈ ગઈ છે. કેટલી ગ્રામ પંચાયતોએ બેંકમાં રાખી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો