તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગીતા રબારી કેસમાં ઉલટ તપાસ થતા આક્ષેપો પ્રતિઆક્ષેપો થયા હતા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૂમનામ હૈ કોઈ, અનજાન હૈ કોઈ, કિસ કો પતા કાૈન હૈ વો ?
  • ફિમેલ હેલ્થ સુપરવાઈઝનો ખુલાસો વિચારાધિન જ રહી ગયો

કચ્છ જિલ્લા મથક ભુજ શહેરના જોડિયા ગામ માધાપરમાં શનિવારે લોક ગીત ગાયિકા ગીતા રબારીને ઘરે જઈને અારોગ્ય કર્મચારીઅોઅે કોરોના સામે રક્ષણ અાપતી રસી અાપી હતી, જેથી જિલ્લા વિકાસ અધિકારીઅે ઉપરથી નીચે સુધીના સંબંધિત તમામ કર્મચારીઅોની ઉલ્ટ તપાસ કરી હતી, જેમાં અાક્ષેપો પ્રતિઅાક્ષેપો થયા હતા. પરંતુ, કોઈઅે મગનું નામ મરી પાડ્યું નથી, જેથી જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં હજુ પણ “ગુમનામ હૈ કોઈ, અનજાન હૈ કોઈ, કિસ કો પતા કાૈન હૈ વો ?” ગીત જ ગૂંજતો રહ્યો છે.

લોક ગાયિકા ગીતા રબારી 18થી 44 વર્ષની ઉંમરની વ્યક્તિમાં અાવે છે, જેથી રજિસ્ટ્રેશન દ્વારા સેશન અને સ્લોટ બૂક કરાવવા પડે. કોઈને પણ મનગમતા કેન્દ્ર અને સમયે રસી અપાતી નથી. પરંતુ, તેમણે ટ્વિટર મારફતે ઘરે રસી લીધાની પોસ્ટ મૂકી હતી, જેથી વિવાદ થયો હતો. જે બાદ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માઅે મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. માઢકનું પૂછાણું લીધું હતું અને સંબંધિતને નોટિસ અાપી ખુલાસો માંગવા અાદેશ કર્યો હતો, જેમાં માધાપર પ્રાથમિક અારોગ્ય કેન્દ્રની ફિમેલ હેલ્થ સુપરવાઈઝ ચંદ્રિકા વાઘેલાને રવિવારે બપોરે 12 વાગ્યા સુધી કોના કહેવાથી રસી અપાઈ? અેનો ખુલાસો માંગ્યો હતો. પરંતુ, રાજકીય વ્યક્તિ સંકળાયેલી હતી, જેથી સ્પષ્ટતા કરાઈ ન હતી.

જેના પગલે ફરી સોમવારે બપોરે 12 વાગ્યા સુધી વધુ સ્પષ્ટતા કરવા જણાવાયું હતું. અામ છતાં કોઈનું નામ નીકળ્યું ન હતું. સૂત્રોઅે જણાવ્યું હતું કે, અે દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માઅે મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીને પણ નોટિસ અાપી હતી. જે બાદ કોરોની રસીકરણ કાર્યક્રમ સાથે સંકળાયેલા કર્મચારી અને અધિકારીઅો સામે અંગૂલી નિર્દેશ થયો હતો. અેટલું જ નહીં પણ અાક્ષેપો પ્રતિઅાક્ષેપોમાં અેમને શંકાના દાયરામાં લઈને ઈન્ટરકોલ ચકાસવા સુધી વાત પહોંચી હતી. જોકે, છેવટ સુધી જિલ્લા વિકાસ અધિકારી કોઈ પાસે નામ કઢાવી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...