તપાસ:RTOમાં લુંટારા આવ્યા હોવાની ફરિયાદ ખોટી ઠરી, સંસ્થાના માણસો નીકળ્યો

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને યુવકો પાસેથી ડોનેશન માટેની અમૃતસરની સંસ્થાની પહોંચો મળી આવી

આરટીઓ રિલોકેશન સાઇટમાં બે દિલ્હીના યુવકો લૂંટવા માટે સોસાયટીમાં ફરતા હોવાની ફરિયાદ પોલીસના કાનો પહોંચી હતી. બી ડિવિજન પોલીસે બંનેને પકડી અને પૂછપરછ કરતાં તેઓ અમૃતસર ની એક સંસ્થાના માણસો હોવાનું અને ડોનેશન માટે ફરતા હોવાની હકીકત સામે આવી હતી.

રીલોકેશન સાઇટની સોસાયટીમાં બે ઈસમો પૈસા માટે ફરતા હોવાની તેમજ લૂંટના ઇરાદે ઘરો-ઘર જઈ રહ્યા હોવાની વાત બી ડિવિઝન પોલીસના કાને પહોંચી હતી જેથી પોલીસ ત્યાં આવી બંનેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

સમગ્ર બનાવ અંગે પીઆઈ ડી આર ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બંને ઈસમો અમૃતસર અને પટિયાલાના હોવાનું તેમજ સંસ્થામાં કામ કરતા હોવાની હકીકત સામે આવી છે. બંને પાસેથી સંસ્થાની પહોંચ બુક મળી આવતા સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને સંસ્થામાં વેરીફાઈ કર્યું હતું કે આ સંસ્થાના માણસો છે કે નહીં. સંસ્થાની હેડ ઓફીસ માંથી આ બંને માણસોનું વેરિફિકેશન થતા બંને યુવકો ડોનેશન માટે આવ્યા હોવાની વાત સામે આવી હતી જેથી બન્નેનાં નિવેદનો અને હકીકત નોંધી મુક્ત કરી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...