તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા વાયુદળ તૈયાર રહે; એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલે ભુજની મુલાકાત લીધી

ભુજ, નારાયણ સરોવર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજ અને નલિયાના વાયુસેના સ્ટેશનના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું
 • સ્ટેશનના કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો

ભારતીય વાયુ સેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલએ ભુજના વાયુસેના સ્ટેશનની મુલાકાત લઇ, યુવા યોદ્ધાઓને ગમ તેવી સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા જણાવ્યું હતું.એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાએ 25 માર્ચના ભુજ વાયુસેના સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષા નિર્મલા ઘોટિયા પણ જોડાયા હતા. બેઝના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર મલુકસિંહ VSM અને એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના અધ્યક્ષા બલરાજ કૌરે તેમને આવકાર્યા હતા.

AOC-ઇન-Cના આગમન સમયે ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું હતું. તેમણે સ્ટેશનની વિવિધ પરિચાલન, જાળવણી અને પ્રશાસનિક પાસાઓની માહિતી મેળવી હતી. સ્ટેશનના તમામ યુનિટ્સ અને વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને કોઇપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેશનની પ્રવર્તમાન પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. સ્ટેશનના કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. વધુમાં તમામ વાયુ યોદ્ધાઓને તમામ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે દરેક રીતે તૈયાર રહેવા કહ્યું હતું.

નલિયા એરફોર્સ-સરહદ અંગે ચર્ચા-વિચારણા
ઘોટિયાએ બીજા દિવસે શુક્રવારના નલિયા સ્ટેશન, બપોરે બી.એસ.એફ. કેમ્પ કોટેશ્વરની મુલાકાત લીધી હતી. કોટેશ્વરમાં બપોરે ભોજન બાદ લખપત રવાના થયા હતા. સાંજે નલિયા એરફોર્સ પર પરત ફરી સ્ટેશન અને સરહદ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો