તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:એજન્સીના પાપે કચ્છમાં જમીન રિ-સરવેની કામગીરીમાં ગરબડ ગોટાળા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેકર્ડમાં ક્ષતિ સુધારણાની મુદત વધારીને તા.30 સપ્ટેમ્બર કરાઇ : નખત્રાણા અને માંડવી તાલુકામાંથી સાૈથી વધુ 1998 વાંધાઆ​​​​​ આવ્યા
  • 9 તાલુકામાંથી આવેલી​​​​​​​ 2683 વાંધા અરજી સામે 2493નો નિકાલ

કચ્છમાં અાંધ્રપ્રદેશની અેજન્સીને જમીન રિ-સરવેની કામગીરી સોંપાઇ હતી, જે અેજન્સીઅે માત્ર કરવા ખાતર જ કામગીરી કરી હોય તેમ સરવેમાં મોટાપાયે ગોટાળા કરતાં જિલ્લાના 9 તાલુકામાંથી 2683 વાંધા અરજી ભુજ સ્થિત ડી.અાઇ.અેલ.અાર. કચેરીઅે અાવી છે. ડી.અાઇ.અેલ.અાર. કચેરીના સિનિયર સર્વેયર અેચ.વી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સરવેની કામગીરી માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા ગાંધીનગર કક્ષાઅેથી જ થતી હોય છે અને કચ્છમાં રિ-સરવેની કામગીરી અાંધ્રપ્રદેશની અેજન્સીને સોંપાઇ હતી, જે કામગીરીમાં મોટાપાયે ક્ષતિઅો રહી ગઇ છે.

અત્યાર સુધી જિલ્લાના 10 પૈકી ભચાઉને બાદ કરતાં 9 તાલુકામાંથી 2683 વાંધા અરજી અાવી છે, જેની સામે 2493નો નિકાલ કરાયો છે અને 190 અરજીઅોના નિકાલ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 2683 વાંધા સામે સાૈથી વધુ 1998 વાંધા તો માત્ર નખત્રાણા અને માંડવી તાલુકામાંથી અાવ્યા છે.

ડી.અાઇ.અેલ.અાર. કચેરીના સિનિયર સર્વેયર રાહુલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત મહેસૂલ વિભાગના તા.2-6-2021ના પરિપત્રથી રિ-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ બહાર અાવેલી ક્ષતિઅો સુધારવા માટે વાંધા અરજી રજુ કરવાની સમય મર્યાદા વધારીને હવે તા.30-9-2021 કરવામાં અાવી છે.

જમીન મહેસૂલ અધિનિયમની કલમ 203 તળે અપીલની જોગવાઇ
કાયદાકીય જોગવાઇ મુજબ પ્રમોલગેશન પછી રેકર્ડમાં ક્ષતિઅો સુધારવા નારાજ અરજદારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 203 અન્વયે અપીલ કરવાની હોય છે. અપીલ રાહે દાદ મેળવવામાં વિલંબ થવાની સાથે વકીલ ફી, અન્ય ખર્ચ થવાથી ખાતેદારો (અરજદાર)ને હેરાનગતિ થાય છે. અાવા પ્રશ્નો ઉભા ન થાય તે માટે પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે અપીલ કરવાના બદલે સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝને સાદી અરજીના અાધારે નિકાલ કરવાની સત્તા અપાઇ હોવાનું મહેસૂલ વિભાગના ઉપસચિવ અશ્વિન વ્યાસે તા.2-6-2021ના પરિપત્રથી જણાવ્યું છે.

રિ-સરવેની કામગીરી બાદ સામે અાવી અા ક્ષતિઅો
રિ-સરવેની કામગીરી થયા બાદ સરવે નંબર ઉલટ-સુલટ, નવી શરતની જમીનની માપણી બાકી રહી ગઇ હોય, જમીનનું 7-12ના પાનિયા મુજબ ક્ષેત્રફળ ન હોય અેટલે કે, તેમાં વધ-ઘટ હોય અથવા તો રેકર્ડ મુજબ ક્ષેત્રફળ ન હોય અને ક્ષેત્રફળ કેનાલ કપાત, રોડ કપાતમાં દર્શાવ્યા સહિતની ક્ષતિઅો સામે અાવી હોવાનું ડી.અાઇ.અેલ.અાર. કચેરીના સિનિયર સર્વેયર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

તાલુકાવાર વાંધા અરજીનો નિકાલ
તાલુકોઅરજીનિકાલ
નખત્રાણા1044944
માંડવી954894
મુન્દ્રા323317
લખપત141134
અંજાર7766
ભુજ7472
અબડાસા3836
ગાંધીધામ2624
રાપર66
અન્ય સમાચારો પણ છે...