તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સસ્તા સોનાના કેસમાં નાસતો ફરતો આરોપી ભુજમાંથી પકડાયો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ફૈઝલ શેખને પકડી પાડયો
  • અેમ.પી.ના દંપતી પાસેથી 9 લાખ રૂપિયા રોકડ લીધી હતી

મધ્યપ્રદેશનુ દંપતી ભુજના રેલવે સ્ટેશન પાસેથી પકડાયા બાદ તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે અેસ.અો.જી. મારફતે અે ડિવિઝન પોલીસમાં ફરિયાદ અાપી હતી, નવ લાખ રૂપિયાની ઠગાઇમાં નાસતો ફરતો અારોપી અેલસીબીઅે મંગળવારે સાંજે પકડી પાડયો હતો.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેર અે ડિવિઝન પોલીસ મથકે ગત 24 માર્ચના મધ્યપ્રદેશના દંપતીઅે કાનજી પટેલ અને સરફરાજ નામના વ્યક્તિ સામે ફોજદારી નોંધાવી હતી. દંપતી પાસેથી નવ લાખ રૂપિયા લઇ લીધા બાદ સોનુ કે રૂપિયા પરત અાપ્યા ન હતા, દંપતીઅે તેમના ઘરેથી નકલી નોટ બનાવીને અા ચીટરોને પધરાવવા અાવી ત્યારે ખુદ કાયદાના સકંજામાં અાવી ગઇ હતી. જે અંગે અે ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી. જે નવ લાખ રૂપિયાના છેતરપિંડીના બનાવમાં ફૈઝલ શેખ (રહે. ભુજ) નામનો શખ્સ મીડિયેટર તરીકે હોવાનું ધ્યાને અાવ્યા બાદ તે નાસતો ફરતો હતો.

મંગળવારે સાંજે પશ્ચિમ કચ્છ અેલસીબીના પીઅાઇ અેસ. જે. રાણાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી અાધારે ફૈઝલ શેખની પકડી પાડયો હોવાનું અેલસીબીના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. નવ લાખ રૂપિયાની છેતરપિંડીના બનાવમાં ફોજદારી નોંધાઇ તે સમયે અેક અારોપી પકડાયો હતો. અામ, ગુના કામે અારોપી અાંક બે પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...