તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે અને પશ્ચિમ કચ્છ પધ્ધર પોલીસની ટીમે કાળિતલાવડી ગામની વાડીમાથી સગીરાનું અપહરણ કરનાર તેમજ એટ્રોસીટીના ગુનામાં નાસતા ફરતા આરોપીને સગીર કન્યા સાથે દબોચી લીધો હતો. બન્ને જણાઓને આગળની કાર્યવાહી માટે મોડાસા ટાઉન પોલીસના હવાલે કર્યા હતા.
અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડ અને જિલ્લા રેન્જ લેવલ ની ટીમ દ્વારા તારીખ 20 માર્ચ થી 5 એપ્રિલ દરમિયાન જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી આંતરરાજ્યના આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેના ભાગરૂપે પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએસ સિસોદિયા અને સ્ટાફ સાથે છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી.
દરમિયાન બે વર્ષ અગાઉ સગીર વયની બાળાનું અપહરણ કરનાર તેમજ એટ્રોસીટીના ગુનામાં નાસતા ફરતા આરોપી નરેશભાઈ કાળુભાઈ ખાંટ રહે સારસોલી તાલુકો બાયડવાળો આરોપી કચ્છમાં હોવાની બાતમીના પગલે પધ્ધર પોલીસની ટીમની મદદથી ભુજ તાલુકાના કાળિતલાવડી સીમ વિસ્તારની વાડીમાંથી આરોપી ભોગ બનનાર સગીરા સાથે હોવાની માહિતી પરથી અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કોડના કૃષ્ણપાલસિંહ તેમજ હર્ષાબેન અને અજમેરીએ કાળિતલાવડી ગામની સીમમાં આવેલા ઘઉંના ખેતરને મોર્ડન કરીને આરોપીને દબોચી લીધો હતો. આ કેસની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.