તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભુજમાં 12 વર્ષ પહેલા હત્યા નિપજાવી ફરાર થયેલા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2009માં પાડોશીને જીવતો સળગાવી આરોપી ફરાર થયો હતો

કચ્છ જિલ્લાના ભુજમાં વર્ષ 2009માં એક વ્યકિતને જીવતો સળગાવી દેવાના મામલે 12 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લ સ્કવોડે ઝડપી પાડ્યો છે.

ભુજમાં 2009ની સાલમાં પાડોશી ભચુ દેવીપૂજકને સામાન્ય તકરારમાં આરોપી રમેશ, તેનો ભાઈ વિભો અને પિતા નાગજી દેવીપૂજકે જ્વલનશીલ પ્રદાર્થ છાંટી જીવતો સળગાવી દીધો હતો. જેના પગલે ગંભીર રીતે બળી જનાર ભચુનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી પોલીસે હત્યાના ગુન્હા સબબ વિભો અને નાગજીની ધરપકડ કરી લીધી હતી. અને હત્યાનો કેશ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સજા ફટકારી બન્ને પિતા પુત્રને જેલ હવાલે મોકલી દીધા હતા. પરંતુ રમેશ પોલીસ પકડથી દૂર રહ્યો હતો.

દરમિયાન 12 વર્ષ જૂના હત્યા કેસના આરોપી રમેશ નાગજી દેવીપૂજક સઘડ મળતાં પેટ્રોલિંગમાં રહેલા પેરોલ ફ્લો સ્કોડ અને એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા સચોટ બાતમીના આધારે ભુજના ગીતા માર્કેટ નજીક આરોપીના ઝૂંપડામાંથી પકડી પડ્યો હતો. અને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન માથેકને હવાલે કર્યો હતો.

આ કામગીરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ એસ.જે.રાણા , પીએસઆઇ એચ.એમ.ગોહિલ, પેરોલ ફ્લો સ્કોડના એએસઆઈ હરિલાલ બારોટ તથા સ્ટાફના માલસો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...